કચ્છ: જિલ્લામાં આજે બુધવારે કોરોનાના વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ 126 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં 25 એક્ટિવ પોઝિટિવ કેસ છે. 93 દર્દીઓને રજા આપવામાં આવી છે. અને કુલ સાત દર્દીના મોત નિપજ્યા છે.
કચ્છમાં કોરોનાનો કહેર, વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા - કચ્છમાં કોરોના કુલ કેસ
કચ્છમાં આજે બુધવારે વધુ 5 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ કચ્છમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 126 પર પહોંચી ગઇ છે.
કોરોનાના આજના કેસની વાત કરીએ તો ગાંધીધામના ભારતનગરની 20 વર્ષિય યુવતી, અંજારના મેઘપરબોરીચીનો 36 વર્ષિય યુવાન ગાંધીધામના અંતરજાળનો 32 વર્ષિય યુવાન, રાપરના બાલાસરના 57 વર્ષિય પૂરૂષ અને ભૂજ બીએસએફનો એક જવાન એમ કુલ પાંચ દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગે આ તમામને સારવાર માટે ખસેડ્યા છે.
સત્તાવાર વિગતો મુજબ આ પાંચ પોઝિટિવ કેસ ઉપરાંત ભૂજ તાલુકાના બે લોકોના અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.
છેલ્લા ચોવીસ કલાકમાં કુલ 108 શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. 20 શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયેલા છે.
કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની ક્વોરેન્ટાઇન અંગેની વિગતોમાં હાલમાં 1321 જેટલા લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઇન હેઠળ છે. હાલમાં 9833 લોકોને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. જયારે પોઝિટિવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની ક્વોરેન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુધી કુલ 461 લોકોને સંસ્થાકીય ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. અત્યાર સુધી 870 વ્યકિતઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.