કચ્છઃ લખપત તાલુકાના પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતના અધ્યક્ષસ્થાને બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં માછીમાર સંઘના પ્રમુખને સેનિટાઇઝર, માસ્ક, ગ્લાઉઝ વગેરેની વ્યવસ્થા કરવા જણાવાયું હતું.
કચ્છના માછીમારોને પરવાનગી અપાઇ, સ્ક્રિનીંગ થયા બાદ કરી શકશે માછીમારી - માછીમારોનું સ્ક્રિનીંગ
સરકાર દ્વારા માછીમારી કરવાની પરવાનગી આપવામાં આવી છે. જેને લઇને તંત્ર દ્વારા કચ્છના બંદરે ચોકસાઈ આદરવામાં આવી છે. જે અંતર્ગત કચ્છના નારાયણ સરોવર ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં 104 માછીમારોની શારીરિક તપાસણી અને સ્ક્રિનીંગ કરાય છે. જેથી આ માછીમારો 26 જેટલી બોટો લઇને દરિયો ખેડવા સમુદ્રમાં ઊતરશે.
કચ્છમાં માછીમારોને આપાય પરવાનગી, સ્ક્રિનીંગ થયા બાદ કરી શકશે માછીમારી
આ ઉપરાંત BSFના અધિકારીઓએ સુરક્ષાને ધ્યાનમાં રાખઈ અમૂક વિસ્તારોમાં જ માછીમારી કરવા સૂચના આપી છે, તથા સરકારી માર્ગદર્શિકાનું પણ ફરજિયાતપણે અમલ કરાવવા જણાવાયું છે.
આ બેઠકમાં મામલતદાર, BSF, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ અધિકારી નારાયણ સરોવરના ઉપ-સરપંચ તેમજ માછીમારી સમાજના પ્રમુખ આરભ ભડાલા, પૂર્વ સરચંપ જુમા ભડાલા, રોડાસરના સરપંચ ઇસ્માઇલ જત અને લખપતના માછીમારો ઉપસ્થિત રહ્યા હતા.