ગુજરાત

gujarat

ETV Bharat / state

રાપરના સુવઈ ખાતે લગ્નમાં હવામાં ફાયરીંગ કરાતો વીડિયો વાયરલ

કચ્છમાં સતત બીજા દિવસે લગ્ન પ્રસંગે ફાયરિંગ કરવામાં આવ્યું છે, તેવો વીડિયો વાયરલ થયો છે. ગઈકાલે શુક્રવારે ભચાઉમાં લગ્ન પ્રસંગે 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા, જેનો વિડિયો વાયરલ થયો હતો, ત્યારે આજે શનિવારે પણ રાપરના સુવઈ ગામમાં લગ્નપ્રસંગે થયેલા ફાયરિંગનો વિડિયો વાયરલ થયો છે.

રાપરના સુવઈ ખાતે લગ્નમાં હવામાં ફાયરીંગ કરાતો વીડિયો વાયરલ
રાપરના સુવઈ ખાતે લગ્નમાં હવામાં ફાયરીંગ કરાતો વીડિયો વાયરલ

By

Published : Jul 17, 2021, 9:05 PM IST

  • કચ્છમાં સતત બીજા દિવસે લગ્ન પ્રસંગે ફાયરિંગ કરવાનો વિડીયો વાયરલ
  • રાપરના સુવઈ ગામમાં લગ્ન પ્રસંગે કરવામાં આવ્યું ફાયરિંગ
  • પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

કચ્છ : જિલ્લામાં ઘણા સમયથી કાયદેસર રીતે હથિયારો રાખવા તથા ગેરકાયદેસર રીતે હથિયારો રાખી કાયદો વ્યવસ્થા માટે જોખમ મુકાય તેવા અનેક બનાવો બની રહ્યા છે. આથી, હાલ કોરોના મહામારી બાદ લગ્નમાં નિયમો થોડા હળવા કરાયા છે, ત્યારે લગ્નમાં મોટી સંખ્યામા હાજરી સાથે હવામાં ફાયરીંગની ધટના પણ બની રહી છે. ભચાઉમાં થોડા દિવસ પહેલા યોજાયેલા લગ્નમાં હવામાં 8 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો, ત્યારે આજે શનિવારે પણ લગ્ન પ્રસંગમાં થયેલા ફાયરીંગની બીજી ધટના સામે આવી છે, જેનો વીડિયો વાયરલ થયો છે. આ વિડીયો રાપર તાલુકાના સુવઇ ગામનો હોવાનું પ્રાથમીક માહિતીમાં સામે આવ્યા બાદ પોલસે આ મામલે પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:ભચાઉના એક લગ્નપ્રસંગમાં જાહેરમાં થયા ભડાકા, વીડિયો વાઇરલ થતા પોલીસે શરૂ કરી તપાસ

અગાઉ પણ અનેકવાર લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટના બની

કચ્છમાં અગાઉ અનેક લગ્ન પ્રસંગોએ હવામાં ફાયરીંગ કરવાની ધટનાઓ પ્રકાશમાં આવી છે અને પોલિસે કાર્યવાહી પણ કરી છે. ગઇકાલે શુક્રવારે ભચાઉના સીતારામ નગરમાં લગ્નમાં થયેલી ફાયરીંગનો વીડિયો સામે આવ્યા બાદ ભચાઉ પોલિસે 3 શખ્સો અબ્દુલ કુંભાર, જાવેદ કુંભાર તથા અલીમામદ કુંભાર સામે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:જમ્મુમાં થયેલા ડ્રોન હુમલા બાદ કચ્છમાં 19મી ઓગસ્ટ સુધી ડ્રોન ચલાવવા પર પ્રતિબંધ

પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

રાપરના સુવઇ ગામે ગઇકાલે શુક્રવારે યોજાયેલા લગ્ન પ્રસંગના 2 વિડીયો સામે આવ્યા છે. જેમા પણ ઉપરા-ઉપરી હવામાં ફાયરીંગ કરી વટ પાડતા શખ્સો નજરે પડી રહ્યા છે. જે મામલે પોલિસે તપાસ આદરી છે. પોલિસ વધુ તપાસ કરે ત્યારબાદ ફાયરીંગ કરનાર કોણ છે તે સામે આવશે, પરંતુ 2 દિવસમાં 2 ધટના ફાયરીંગની સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. આ સમગ્ર ઘટના અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ સંપર્ક સાધી શકાયો ન હતો.

ABOUT THE AUTHOR

...view details