ગુજરાત

gujarat

ETV Bharat / state

મુરૂ ગામ પાસે ટ્રક અને ડમ્પર સામસામે અથડાતાં લાગી આગ, ડમ્પર ચાલકનું મોત - death of dumper driver

કચ્છના નખત્રાણા તાલુકામાં મુરૂ ગામ નજીક ગઇકાલે મોડીરાત્રે સામ-સામે આવી રહેલા ડમ્પર અને ટ્રક અથડાયા હતા. આ અથડામણ થતા આગ લાગી હતી. આગ લાગવાના કારણે આ બંન્ને વાહન સળગી ગયા હતા. આ ગંભીર ઘટનામાં ભૂજ તાલુકાના કુનરિયા ગામના ડમ્પર ચાલકનું દાઝી જવાથી મોત થયું હતું.

ટ્રક અને ડમ્પર સામસામે અથડાતાં લાગી આગ
ટ્રક અને ડમ્પર સામસામે અથડાતાં લાગી આગ

By

Published : May 13, 2021, 9:45 AM IST

  • ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
  • કસ્માતના પગલે બંન્ને વાહન સળગી ઉઠ્યા હતા
  • અકસ્માતમાં અન્ય કોઈને જાનહાનિ થઈ હતી નહિ

કચ્છ : નખત્રણા તાલુકામાં મોડી રાત્રે કપચી ભરીને જઇ રહેલા ડમ્પર અને સામેથી આવી રહેલી મીઠું ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતના પગલે બંન્ને વાહન સળગી ઉઠ્યા હતાં. આગ લાગતાં ભૂજથી અગ્નિશમન દળના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. જેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો : ભરૂચના નેત્રંગ મોવી રોડ પર કાર ખાઈમાં ખાબકતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત
નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી
પ્રાથમિક માહિતી અનુસાર, આગમાં ફસાઈ ગયેલા ડમ્પરના ચાલક હરિભાઈનું ગંભીર રીતે દાઝી જવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય કોઈને જાનહાનિ થઈ ન હતી. અકસ્માત બાબતે નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે. ભૂજથી ગયેલા અગ્નિશમન દળના પરાગ જેઠી, જગદીશ દનીચાએ કાર્યવાહી કરી હતી. આ ઘટના બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : રાજસ્થાન: ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત, ડીઝલ ટેન્ક ફાટતા બેના મોત

ABOUT THE AUTHOR

...view details