કચ્છ : સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં(Weather of Gujarat Today) ઘટાડો થતાં ટાઢકમાં વધારો થયો છે. તેમજ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી(Cold Temperature in Gujarat) ગઇ છે. આજે સવારથી જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. તો આજે રાજ્યમાં કમોસમી વરસાદની(Unseasonal Rain in Gujarat) સંભાવના નથી અને આજે ખુલ્લું વાતાવરણ જોવા મળશે અને સવારથી સુરજના દર્શન થયા હતા. તો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભુજ, બરોડા, નલિયા ખાતે લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં(Temperature Single Digit in Gujarat) નોંધાયો છે.
16 જાન્યુઆરી બાદ હવામાનમાં પલટો આવશે
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર માવઠુ પડશે. રાજ્યમાં ફરી એકવાર ભર શિયાળે કમોસમી વરસાદ ખાબકશે. જાણીતા આગાહીકાર દ્વારા આગાહી(Rainfall Forecast in Gujarat) કરવામાં આવી છે. જેમાં 16થી 19 જાન્યુઆરીએ ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 18 થી 20 જાન્યુઆરીએ કેટલાક ભાગોમાં માવઠું(Non Seasonal Rain in Gujarat) પડી શકે છે. 25થી 29 જાન્યુઆરીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે.
રાજ્યના શિતમથક નલિયામાં 4.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું