જાણો રાજ્યના જિલ્લાઓમાં કેટલું છે ગરમીનું પ્રમાણ - જિલ્લાનુ મહતમ તાપમાન
છેલ્લાં અઠવાડિયાથી રાજ્યના હવામાનમાં ( gujarat State weather) ગરમીનું પ્રમાણ વધ્યું હતું, પરંતુ આજે મહત્તમ તાપમાનનો(Today's maximum temperature) પારો અગાઉના તાપમાનના પ્રમાણમાં નીચે ઉતર્યો હતો.આજે રાજ્યના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન(Maximum temperature of districts) 36 ડિગ્રીથી 40 ડિગ્રી વચ્ચે નોંધાયું હતુ.
જાણો રાજ્યના જિલ્લાઓમાં કેટલું છે ગરમીનું પ્રમાણ
By
Published : Mar 20, 2022, 1:58 PM IST
કચ્છ:રાજ્યના હવામાનમાં (State weather) ગરમીમાં આજે 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. તો ગઈ કાલના પ્રમાણમાં આજે રાજ્યના જિલ્લાઓમાં ફરી મહત્તમ તાપમાનના પારામાં 1 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. અગાઉ જે હિટ વેવની અસર હતી, તેની સામે આજે લોકો થોડી ઠંડકનો અહેસાસ કરશે .
સૌથી વધારે મહત્તમ તાપમાન ગાંધીનગર:રાજ્યમાં નોંધાયેલ મહત્તમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહત્તમ તાપમાન ગાંધીનગર, ભુજ અને રાજકોટ ખાતે 40 ડિગ્રી નોંધાયુ જ્યારે અમદાવાદ, બરોડા,જૂનાગઢ અને કંડલા ખાતે 39 ડિગ્રી નોંધાયું છે, તો સુરત ખાતે 37 ડિગ્રી અને કચ્છના નલિયા અને ભાવનગર ખાતે 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ પણ વાંચો:પંચમહાલમાં કાળઝાળ ગરમી,તાપમાન 44 ડિગ્રીને પાર