ગુજરાત

gujarat

ETV Bharat / state

અંતે દેશલપરથી હાજીપીરના માર્ગનું કામ શરૂ, રાહદારીઓને મળશે રાહત - ભુજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય પણ હાજર

કચ્છઃ સમગ્ર રાજ્યમાં આ વર્ષે એક વર્ષથી પણ વધુ વર્ષો સુધી ચાલી શકે તેટલો વરસાદ વરસ્યો છે. કચ્છમાં વર્ષોથી લોકો આવા વરસાદની રાહ જોતા હોય છે, પરંતુ આ વર્ષે જાણે લોકો મેઘરાજાને ખમૈયા કરવાનું કહેતા હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લાના તમામ માર્ગો સહિત નદી-નાળા પણ તૂટેલી હાલતમાં છે, ત્યારે વર્ષોથી જર્જરિત બનેલા નખત્રાણા તાલુકાના દેશલપર-હાજીપીર રસ્તાના મજબૂતીકરણનું કામ અંતે શરૂ કરાયું છે. આ માર્ગનું કામ પૂર્ણ થતાં પ્રવાસન અને ધાર્મિક સ્થાનોએ જતાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને મોટી રાહત મળશે.

અંતે દેશલપરથી હાજીપીરના માર્ગનું કામ શરૂ

By

Published : Oct 9, 2019, 7:26 PM IST

રાજ્યપ્રધાન વાસણભાઇ આહિરે આ 16 કિમીના કામોનું ખાતમુહર્ત કરાવ્યું હતું. આ પ્રસંગે ભાજપના મોવડીઓએ સ્વીકાર્યું હતું કે, મોડું જરૂર થયું હશે, પરંતુ યોગ્ય રજૂઆતોનો પડઘો અંતે પડ્યો ખરા... આ સાથે જ ગુણવતા જળવાય અને વર્ષો સુધી ચાલે તેવું કામ થાય તેવી પણ ટકોર કરી હતી.

અંતે દેશલપરથી હાજીપીરના માર્ગનું કામ શરૂ
અંતે દેશલપરથી હાજીપીરના માર્ગનું કામ શરૂ

આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય પણ હાજર રહ્યા હતા અને જણાવ્યું હતું કે, ખાસ કિસ્સાઓમાં મંજૂક કરાયેલા રસ્તાઓના કામ માટે ઘણા સમયથી લોકોની લાગણી અને માગણી હવે પૂર્ણ થઇ છે. પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે આ અગત્યનો માર્ગ છે. આ માર્ગને પ્રવાસીઓ પસંદ કરતા ડિઝલ અને પેટ્રોલની સાથે સમયનો પણ બચાવ થાય છે.

આ ઉપરાંત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ લોકોની સમસ્યાઓનો અંત આવ્યો હોવાનું જણાવ્યું હતું અને હિન્દુ-મુસ્લિમ ધર્મસ્થાનને જોડતા આ માર્ગની કામગીરીની મંજૂરી બદલ સરકારનો પણ આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details