કચ્છઃ પાટનગર ભુજમાં આવેલા દેશળસર તળાવને જળકુંભી વેલનો અજગરી ભરડો લાગ્યા બાદ અંતે નગરપાલિકાએ આ વેલને દૂર કરવાની કામગીરી આદરી છે. આ મુદ્દે નારાજગી અને વિરોધ વ્યક્ત કરનાર નગરપાલિકાના વિરોધ પક્ષે આ મુદ્દે પાલિકાની ટીમ કામગીરીના નામે દેખાડો કરતું હોવાનું અને પૈસાનું પાણી થશે તેઓ આક્ષેપ કર્યો હતો.
ભુજના દેશળસર તળાવને જળકુંભીથી મુક્ત કરવા પ્રયત્ન શરૂ - જળકુંભી
ભુજમાં આવેલા દેશળસર તળાવને જળકુંભી વેલનો અજગરી ભરડો લાગ્યા બાદ અંતે નગરપાલિકાએ આ વેલને દૂર કરવાની કામગીરી આદરી છે. નગરપાલિકાના વિરોધ પક્ષે આ મુદ્દે પાલિકાની ટીમ કામગીરીના નામે દેખાડો કરતું હોવાનું અને પૈસાનું પાણી થશે તેઓ આક્ષેપ કર્યો હતો. હાલ આ કામગીરી આદરી દેવાઇ છે. આગામી ચાર દિવસમાં આ કામ પૂરું કરી દેવાશે. વરસાદ વચ્ચે પણ કામગીરી ચાલુ રહેશે તેવુ નગરપાલિકાના પ્રમુખે લતાબેને જણાવ્યું હતું.
બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી જણાવ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટ સાથે સમગ્ર તળાવને વેલથી દૂર કરાશે એક વર્ષ સુધી જવાબદારી સાથે આ કામગીરી અપાય છે. આ રીતે સમગ્ર તળાવ સ્વસ્થ કરાશે ઊંડા પાણીમાંથી આધુનિક સાધનો સાથે વેલ દૂર કરાશે, ફોટોગ્રાફી સાથે સમગ્ર અહેવાલ તૈયાર કરાશે, સમય ચોક્કસ લાગ્યો છે પણ જવાબદારી સાથે કામગીરી માટે કોઇ તૈયાર ન થવાથી સમય લાગ્યો છે. પણ હવે કોન્ટ્રાક્ટર દ્વારા જવાબદારી સ્વીકારવામાં આવતા હવે આ કામગીરી આદરી દેવાઇ છે. આગામી 8 દિવસમાં આ કામ પૂરું કરી દેવાશે વરસાદ વચ્ચે પણ કામગીરી ચાલુ રહેશે તેવુ તેમને જણાવ્યું હતું.