ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઈરસ સામે લડતઃ કચ્છનાં સાંસદે રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ ફાળવી, તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો - Kutch

મહામારી કોરના સામે લડવાના તમામ પ્રયાસો વચ્ચે કચ્છના સાંસદ સભ્ય વિનોદ ચાવડાએ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના ફંડ અંતર્ગત 1 કરોડ  રૂપિયાની ફાળવણી કરી છે.

Fighting the Corona Virus Kutch MP grants Rs 1 crore, Requested to cooperate with the system
કોરોના વાઈરસ સામે લડતઃ કચ્છનાં સાંસદે રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ ફાળવી, તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો

By

Published : Mar 24, 2020, 8:39 PM IST

કચ્છઃ કચ્છના MP વિનોદ ચાવડાએ વહીવટી તંત્ર સેવા સાથે જોડાયેલી સંસ્થાઓને આમ જનતાને કોરોના સંક્રમણ (COVIND-19) લડવા માટે માસ્ક, સેનેટાઈઝર પર્શંનલ પ્રોટેકટિવ ઈક્વિપમેંટ માટે ફાળવવા દરખાસ્ત કરી છે.

કચ્છનાં સાંસદે રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ ફાળવી, તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો

સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યૂ હતું કે, મોરબી – માળીયા વિસ્તાર માટે 10 લાખ તથા કચ્છના 10 તાલુકા 6 મોટા શહેરો માટે રૂપિયા 90 લાખ પર્શનલ પ્રોટેકટિવ ઈક્વિપમેંટ, માસ્ક, સેનેટાઈઝર તથા સાવચેતી માટે MP ફંડમાંથી ફાળવવા દરખાસ્ત કરી છે.

કોરોના સામે લડવા જીવના જોખમે કામ કરી રહેલા તમામ લોકો પ્રત્યે પોતાની સન્માનની લાગણી વ્યકત કરવા સાથે સાસંદે કહ્યું હતું કે, વિવિધ ગામના સંરપચોએ તંત્રને પૂર્ણ સહકાર આપીને શંકાસ્પદ કેસ જણાય તો જાણ કરવી જોઈએ. શહેરી વિસ્તારોમાં પૂર્ણ લોકડાઉનની જવાબદારી નાગરિકોની છે. ખાસ કરીને કોરોન્ટાઈનમાં રહેતા લોકો પોતાની જવાબારી સમજે અને સંપર્ક ટાળીને પોતાનો સહકાર આપે તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details