કચ્છઃ જિલ્લાની વાયોર પોલીસે આપેલી પ્રાથમિક વિગતો મુજબ સાંઘી સિમેન્ટની શ્રમિક વસાહતમાં અનેક શ્રમિકો લોકડાઉનને કારણે અટવાયેલા છે. લોકડાઉનમાં વતન વાપસીની શ્રમિકો માંગ કરી રહ્યા હતા. વતન પરત ફરવા ઓનલાઈન મંજૂરી સહિતના કાર્યવાહી બાદ શ્રમિકોને પરત જવાની મંજૂરી હજુ અપાઈ નથી. આ મુદ્દે એક શ્રમિકોનું જૂથ એકત્ર થયું હતું અને લેબર કોન્ટ્રાકટરને રજૂઆત કરી હતી. વતન જવાના મુદ્દે શ્રમિકોના ટોળામાં ઉશ્કેરાટ ફેલાયો હતો જેને પગલે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી.
કચ્છમાં વતન વાપસીના મુદ્દે બે શ્રમિક જૂથો વચ્ચે મારામારી, વીડિયો વાયરલ - વાયોર પોલીસ
કચ્છના સરહદી વાયોર નજીક આવેલી સાંઘીપુરમ શ્રમિક કોલોનીમાં બે જુથ વચ્ચે લાકડીઓથી મારામારીની ઘટના બની હતી, જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસની હાજરી વચ્ચે ધમાસાણ મચી ગયો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. હાલ પોલીસે બે જૂથના કુલ મળીને 17 લોકો સામે ગુનો નોંધ્યો છે. વતન વાપસીના મુદ્દે આ ધમાલ મચતી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
કચ્છમાં વતન વાપસીના મુદ્દે બે શ્રમિક જૂથો વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
ઘટનાની જાણ પોલીસને થતાં કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસની હાજરીમાં ટોળા વિખેરાઈ કર્યા હતા, ત્યારે બે જૂથ વચ્ચે લાકડીઓ ઉડી હતી જેનો વીડિયો વાઇરલ થયો છે. હાલ પોલીસે બન્ને જુથના 17 લોકો સામે ગુનો નોંધ્યો છે.