કચ્છઃ તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સ્થળોએ સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. શનિવારે સાંજે ચાર વાગ્યાથી રવિવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 1939 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 31204 લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.
કચ્છમાં લોકડાઉનનો પાંચમો દિવસ, જાણો કામગીરી અને કાર્યવાહી વિશે - ગુજરાતમાં કોરોના
WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલા કોરોના વાઈરસના પગલે કચ્છ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. રવિવારે સાંજે ચાર વાગયા સુધી તમત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનિ વિગતો અહીં આપવામાં આવી છે.
![કચ્છમાં લોકડાઉનનો પાંચમો દિવસ, જાણો કામગીરી અને કાર્યવાહી વિશે ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6587181-637-6587181-1585489226174.jpg)
કચ્છમાં અત્યાર સુધીમાં 17 જેટલા શંકાસ્પદ કેસના સેમ્પલ લેવાયા હતા. હાલમાં 1 કેસ પોઝિટિવ છે. કચ્છ આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાઈરસના પગલે કુલ 2266 લોકોને કવોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. બહારથી આવેલા શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા 14 દિવસના કવોરેન્ટાઈન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે.
જેમાં ગત 24 કલાક દરમિયાન 122 વ્યકિતઓને હોમ કવોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ 2266માંથી 2210 વ્યકિતોઓને ઘરમાં કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં 21 સ્થાનિકોનો સમાવેશ થાય છે. જિલ્લામાં કુલ 1902 ઈન્સ્ટીટયુશનલ કવોરેન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં 56 વ્યકિતઓને કવોરોન્ટાઇન કરાયેલા અને 20 વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ 759 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રિફર કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના દસ તાલુકામાં સોમવારથી શરૂ કરાયેલી આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઇને શરદી, ખાંસી અને ઉધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ 16,91,798 લોકોનો સર્વે કરાયો છે. જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ 759 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં 76.18 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.
દરમિયાન લોકોની સુખાકારી માટે કામગીરીમાં જોડાયેલા કચ્છ કલેકટર સહિત સમગ્ર મહેસુલ વિભાગે હામારીમાં મદદરૂપ થવા જિલ્લા વહીવટી તંત્રે પહેલ દર્શાવી છે.કચ્છ જિલ્લાના મહેસુલી તંત્ર દ્વારા કલેકટર પ્રવિણા ડી.કે. તેમજ તમામ મહેસુલી અધિકારીઓ, કર્મચારીઓ, તલાટીઓ તરફથી એક દિવસનો પગાર માન.મુખ્યમંપ્રધાનના રાહતનિધિમાં અપાશે, એમ અધિક નિવાસી કલેકટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું.