કચ્છ 26 જાન્યુઆરી 2001 ગુજરાત ભૂકંપથી ધણધણી ઉઠી હતી. આ ગણતંત્ર દિવસ હોવાથી 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ ગોઝારી ઘટનામાં જીવ ગુમાવેલા માસુમ આત્માઓની યાદમાં અંદાજે 17 કરોડના ખર્ચે કચ્છના અંજારમાં વીર બાળક સ્મારક બનાવવામાં આવ્યું છે. જ્યાં આ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા પાંચ વિભાગમાં આ સ્મારકનું નિર્માણ કરાયુ છે. પીએમ મોદી તેનું લોકાર્પણ કરવાના છે ત્યારે તેેની વિશેષતા પર નજર કરીએ તો મેમોરિયલની દિવાલ પર દિવંગતોના નામ લખવામાં આવ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ડિજિટલ મશાલ નિર્માણ કરાઈ છે જેના પ્રકાશ પુંજને અંજાર શહેરમાંથી જોઈ શકાશે.
સ્મારકમાં સ્ટિમ્યુલેટર જે મુલાકાતીઓ ભુકંપનો લાઈવ અનુભવ કરાવશે વીર બાળક સ્મારકના મ્યૂઝિયમમાં દિવંગત બાળકોની તસવીરો અને સ્મૃતિચિહ્નો રખાયા છે. ગુજરાતના નકશાનું પ્રતિકૃતિ જમીન પર રાખવામાં આવેલ છે જ્યાં સમગ્ર રાજ્યમાં ભૂકંપની ક્યાં કેવી અસર થઈ હતી તે દર્શાવે છે. ભૂકંપનું કેન્દ્રસ્થાન રહેલા એવા અંજાર શહેરના નકશાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્મારકમાં સ્ટિમ્યુલેટર પણ છે જે મુલાકાતીઓ ભુકંપનો લાઈવ અનુભવ કરાવશે. આ ઉપરાંત જ્ઞાન વિજ્ઞાન ગેલેરી છે જ્યાં બાળકો મોડેલ દ્વારા જાણી શકશે કે ભૂકંપ કેવી રીતે આવે છે અને તે અંગે મોડલ તૈયાર કરવામાં આવ્યા છે.
ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવેલ 205 લોકોના સ્મૃતિચિન્હ2001માં આવેલા વિનાશક ભૂકંપ વેળા અંજારમાં 26મી જાન્યુઆરીએ નીકળેલી રેલીમાં દિવંગત થયેલાં બાળકો સહિતના 205 લોકોની સ્મૃતિ અને શ્રદ્ધાંજલિ અર્થે અંજારના વીડી ચાર રસ્તા પાસે અંદાજિત 15 કરોડના ખર્ચે વીર બાળક સ્મારક આકાર પામેલું છે. વર્ષોના વિલંબ બાદ આ સ્મારકના મ્યુઝિયમ, મેમોરિયલ પાર્ક વગેરે વિભાગની મુલાકાત પ્રવાસીવર્ગમાં ભાવુક ક્ષણો બનશે.
2008માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્મારક બનાવવા માટે જાહેરાત કરાઈ હતીભૂકંપના કારણે ઐતિહાસિક અંજાર શહેરની અનેક ઈમારતો પત્તાના મહેલ માફક ધ્વસ્ત થઈ હતી. ચોતરફ કાટમાળમાંથી સંભળાતી ચીસો અને મદદની માંગ સાથેના ઊઠતા અવાજો વચ્ચે તત્કાળ કાંઈ જ ન કરી શકવા માટેની અસમર્થતાઅને લાચારીભર્યા કરુણ દૃશ્યો અસંખ્ય નાગરિકોના માનસપટ્ટમાંથી ભુંસાયા નથી. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંભવત વર્ષ 2008માં અંજારની આ રેલીમાં દિવગંત થયેલા લોકોની સ્મૃતિ અર્થે વીર બાળ સ્મારક બનાવવા માટે જાહેરાત થઈ હતી.