કચ્છ:2006માં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નર્મદાના વધારાના પાણીને કચ્છમાં પહોંચાડવા મુદ્દે સૈધાંતિક મંજૂરી આપી હતી. જો કે, ત્યારબાદ અનેક વખત વિવિધ મુખ્યપ્રધાનો, સાંસદો, ધારાસભ્યો અને અન્ય નેતાઓ દ્વારા નર્મદાના (kutch Farmres Problems) પાણીને સૈધાંતિક મંજૂરી મળ્યા હોવાના નામે માત્ર સરકારના ગુણ ગાયા હતા પણ 16 વર્ષ બાદ આ કામને સરકાર તરફથી વહીવટી મંજૂરી (Farmres Of kutch) મળી ગઇ છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૂ. 4369 કરોડના કામોને આપી મંજૂરી
રાજ્ય સરકારના માહિતી વિભાગની વિગતો મુજબ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના 1 મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ1ના કામો માટે રૂ. 4369 કરોડના કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે.
2.81 લાખ એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે
આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ 337.98 કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા 4 લિંકનું આયોજન કરાયું છે. કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે 38 જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે. આ કામો હાથ ધરવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નંખત્રાણા સહિત આ છ તાલુકાના 77 ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે. આ સાથે અંદાજે 2.81 લાખ એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે, તેવું માહિતી વિભાગએ જણાવાયું છે.
અનેક વાર ખેડૂતોએ કર્યા હતા ધરણાં