કચ્છમાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતોને પૂરતા વળતર નથી મળતા તે કારણે તેમણે અચોક્કસ મુદ્દતના ધરણા યોજી સતત બીજા દિવસે તંત્રને આવેદન પાઠવ્યું હતું. નખત્રાણા પ્રાંત કચેરી બહાર લડત પર બેઠેલા ખેડૂતો પાસે આજે ભાજપ-કોંગ્રેસના પ્રતિનિધિઓએ પણ ઉપવાસની છાવણીમાં પહોંચ્યા હતા એક તરફ સરકારી પીઠબળથી કંપની મનમાનીનો ખેડૂતોને આક્ષેપ છે તો બીજી તરફ ભાજપના જિલ્લા પ્રમુખે ખેડૂત છાવણીની મુલાકાત લીધા બાદ સરકાર સુધી આ વાત પહોંચાડી ખેડૂતોને ન્યાય માટે સરકારમાં રજૂઆતની ખાતરી આપી હતી. આ બાબતોમાં કોંગ્રેસે ખેડૂતોને લડતને ટેકો જાહેર કરી નખત્રાણા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતની લડતને ટેકો આપ્યો હતો.
નખત્રાણામાં સતત બીજા દિવસે પણ ખેડૂતોની લડત યથાવત, તંત્રને આવેદન અપાયું - ખેડૂતોની લડત
નખત્રાણા: નખત્રાણા પ્રાંત કચેરી સામે અદાણી ગ્રીન એનર્જી કંપની સામે વળતર મુદ્દે અચોક્કસ મુદત સુધી ધરણા પર બેઠેલા ખેડૂતોનો સતત બીજો દિવસ પણ વિરોધ યથાવત રાખ્યો હતો. ધરણાના બીજા દિવસે કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીના પ્રતિનિધિઓએ ખેડૂત છાવણીની મુલાકાત લઈ ખેડૂતોને શાંતવના આપી હતી. જોકે, રાજકીય પાર્ટીઓના સમર્થન સાથે ન્યાય ન મળે ત્યાં ખેડૂતોની લડત યથાવત રહેશે.
nakhtrana Village
નખત્રાણામાં 23થી વધુ ગામોમાં કંપની આવી કાર્યવાહી કરી રહી છે જેની સામે ખેડૂતોએ શરૂ કરેલા વિરોધને કચ્છના ખેડૂત અને કિસાન સંઘે ટેકો જાહેર કર્યો છે. ખેડૂતોની લડત દિવસે-દિવસે ઉગ્ર થઇ રહી છે જે આજે બીજા દિવસે પણ જારી છે. જો કે, ભાજપ કોંગ્રેસના રાજકીય મુલાકાત અને આશ્વાસન પછી ખેડૂતો લડી લેવાના મૂડમાં છે અને ત્યાં સુધી યોગ્ય વળતર અને માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની તૈયારી દર્શાવી છે.