કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં ખેડૂતો અનેક મુશ્કેલીઓનો સામનો કરતા (Kutch Farmers Trouble) આવ્યા છે. નર્મદાના પાણી, મીટર પ્રથા, વીજ કનેક્શન વગેરે જેવા પ્રશ્નો ખેડૂતોને સતત સતાવતા આવ્યા છે. તેના કારણે ભારતીય કિસાન સંઘ (Indian Farmers Union protest in Kutch) દ્વારા રાજ્યભરમાં અનેક વાર ધરણા પ્રદર્શન યોજી તાલુકા મથકો ઉપરાંત જિલ્લા સ્તરે અને પ્રાદેશિક સ્તરે પણ અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. અગાઉ મામલતદાર અને કલેક્ટરને પણ આવેદનપત્ર મારફતે અનેકવાર રજૂઆતો પણ કરી છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ ચોક્કસ પગલાં ભરવામાં ન આવતા કચ્છના ખેડૂતો ફરી આકરા પાણીએ થયા છે.
ખેડૂતોને નુકસાન વેઠવું પડી રહ્યું છે - ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના ખેડૂતો ખેતરવાડીઓમાં વીજ મીટર પ્રથા મરજિયાત કરવાની માગ સાથે અનેક વખત રસ્તા પર ઉતર્યા છે. તો અનેક વખત ધરણા પણ કર્યા છે. તેમ છતાં બહેરી બનેલી સરકારના કાને કંઈ જતું નથી અને સરકાર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. મીટર મારફતે મળતી વીજળીના કારણે ખેડૂતોને અનેક ગણા નુકસાન વેઠવા (Kutch Farmers Trouble)પડી રહ્યા છે.
હજારોની સંખ્યામાં ખેડૂતોના ધરણાં - આજે (સોમવારે) ભુજના ટિન સિટી ગ્રાઉન્ડ ખાતે (Bhuj Teen City Ground) કચ્છ જિલ્લાના તમામ ખેડૂતો હમ અપના અધિકાર માંગતે, નહીં કિસીસે ભીખ માંગતેના સૂત્ર (Indian Farmers Union protest in Kutch) સાથે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધરણામાં કચ્છ જિલ્લાના હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા (Kutch Farmers Trouble) થયા હતા. સાથે જ મીટરપ્રથા મરજિયાત કરો, સમાન સિંચાઈ લાગુ કરો અને ખેતીમાં સમાન સિંચાઈ દરે વીજળી આપો તેવા સૂત્રો સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
1987-88ના સમયમાં મીટર પ્રથાના ચાલતા વિરોધમાં કચ્છના 19 ખેડૂતોના મોત થયા હતા - કચ્છ જિલ્લામાં છેલ્લા 2 વર્ષોથી ખેતરોમાં વીજ મીટરપ્રથાનો વિરોધ (Electricity Metering practices protest in farms) કરવામાં આવી રહ્યો છે. વર્ષ 1987-88 ના સમયમાં પણ આ મામલે ચાલતા વિરોધમાં કચ્છના 19 ખેડૂતોના મોત થયા હતા. ત્યારબાદ મીટર પ્રથા બંધ કરાઈ (Electricity Metering practices protest in farms) હતી, પણ સમય સાથે મીટર પ્રથા ફરી શરૂ કરાતા કચ્છના ખેડૂતો (Indian Farmers Union protest in Kutch) દ્વારા ફરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા થોડા સમયથી ભારતીય કિસાન સંઘ (Indian Farmers Union protest in Kutch) દ્વારા નર્મદાના પાણી સહિત મીટર પ્રથા નાબૂદ કરવા મુદ્દે પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો-Junagadh Farmer protest : વંથલીના થાણા પીપળી ગામના ખેડૂતોએ વીજપોલને લઈને દર્શાવ્યો ઉગ્ર વિરોધ