કચ્છ: જિલ્લો પાણીનું મહત્વ જાણે છે સમજે છે અને એટલે જ આ જિલ્લામાં જળ સંચયમાં કામગીરી હંમેશાથી પ્રેરણાદાયી રહી છે. માંડવી તાલુકાના બિદડા ગામના લોકોએ ખેડૂતો સમાજ તમામે સાથે મળીને લોકભાગીદારીથી બિદડા અને આસપાસના 125 બોર, વહી જતાં વરસાદી પાણીથી રિચાર્જ કરવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. સાથે જ આ વર્ષ વધુ કૂવાઓ રિચાર્જ કરવાની કામગીરી હાથ ધરી છે.
વહી જતાં વરસાદી પાણીથી કૂવા અને બોર રિચાર્જ કરાયા, જૂઓ કચ્છના એક ગામની ભગીરથ ગાથા - કચ્છમાં બાગાયતી ખેતી
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બિદડા ગામના ખેડૂતો વિવિધ સમાજના આગેવાનો માટે ખેતી અને બાગાયતી પાકમાં પાણીની મોટી સમસ્યા હતી. જ્યાં પાણી હોય ત્યાં TDS વધી જવાથી ઉત્પાદનને પણ મોટી અસર પડી રહી હતી. જેથી ગત વર્ષે આ સમસ્યાના ઉકેલ માટે વિચાર આવ્યો અને તેને જીવંત કરવાનું કામ ઉપાડી લેવાયું હતું.
વહી જતાં વરસાદી પાણીથી કૂવા અને બોર રિચાર્જ કરાયા, જૂઓ કચ્છના એક ગામની ભગીરથ ગાથા
પશ્ચિમ કચ્છ અને માંડવી વિસ્તારમાં નર્મદા સિંચાઈના પાણી ક્યારે મળશે તે નક્કી નહોતું. એટલે હાલ જે બોરકુવા છે તેનું પાણી ખારું થઈ ગયું છે. આ સ્થિતિમાં સમસ્યાનો ઉકેલ કરી લાવતાં લોકોએ સાથે મળીને વહી જતા વરસાદી પાણી બોર અને કૂવા રિચાર્જ કરવાનું કામ ઊપાડી હતું, અને પાઈપ કાંકરી મશીનરી સૌ કોઈએ પોતાની શક્તિ કામે લગાડી 100થી વધુ કૂવા રિચાર્જ કર્યા છે. જેમાં આ વર્ષે વધુ 25 રિચાર્જ કરાશે.