કચ્છ: ઠંડા અને પર્વતીય સ્થળોએ જોવા મળતુંસ્ટ્રોબેરીનું ફળ હવે કચ્છના શુષ્ક પ્રદેશમાં પણ જોવા મળી રહ્યું(farmer from Kutch cultivated strawberries) છે. ભુજ તાલુકાના રેલડી ગામે વાડી વિસ્તાર ધરાવતા હરેશ ઠક્કરે ગત વર્ષે પ્રથમ વખત પોતાની વાડીમાં મહારાષ્ટ્રથી સ્ટ્રોબેરીના રોપા લાવી વાવેતર(Strawberry cultivation) કર્યું હતું અને તેમાંથી મોટા પ્રમાણમાં ઉત્પાદન પણ મેળવ્યું હતું.
કચ્છના ખેડૂતે સુકા પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું રાજ્યપાલના હસ્તે સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરવામાં આવ્યું
ખેડૂતે આધુનિક ટેકનોલોજી સાથે 1 એકરમાં 18,000 સ્ટ્રોબેરીના રોપાનો ઉછેર કર્યો હતો, જેમાંથી 5 ટન સ્ટ્રોબેરીનું ઉત્પાદન પણ મેળવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ વાડીની મુલાકાત પણ લીધી હતી અને તેમના હસ્તે સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરવામાં આવ્યું(Planting of strawberry crop by Governor) હતું. જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ખારેક, દાડમ, કેરી, ડ્રેગનફ્રૂટ અને સફરજનની ખેતીના સફળ પ્રયોગો થકી મોટા પ્રમાણમાં કમાણી પણ કરી ચુક્યા છે.
કચ્છના ખેડૂતે સુકા પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું 7.5 એકરમાં 1.50 લાખ રોપાનું કરાયું વાવેતર
ખેડૂત હરેશ ઠક્કર દ્વારા આ વર્ષે કુલ 7.5 એકરમાં 1.50 લાખ સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે વાવેતર બાદ 40 દિવસે ફળ આવવાની શરૂઆત થઇ જાય છે. સ્ટ્રોબેરીના પાકનું વાવેતર નવેમ્બર મહિનામાં કરવામાં આવે છે અને જાન્યુઆરીના સમયગાળા દરમિયાન તેનું ઉત્પાદન મળતું હોય છે.
કચ્છના ખેડૂતે સુકા પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું જાણો કઇ રીતે તૈયાર થાય છે પાક
નવેમ્બર માસમાં સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરવામાં આવે છે, ખાસ તો સ્ટ્રોબેરીના પાકને ખુબજ ઓછા પ્રમાણમાં પાણીની જરુર પડે છે. ચાર દિવસે 20 મિનિટ પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને જ્યારે કચ્છમાં પાણીની કટોકટી વર્તાતી હોય ત્યારે આ પાક અનુકુળ નિવડે છે. વાવેતર બાદ પાકને પ્લાસ્ટિથી કવર કરવામાં આવે છે આ પાકના ઉછેર પાછળ ખુબજ માવજત રાખવી પડે છે. સ્ટ્રોબેરીનો પાક ખર્ચાળ પણ છે, કારણ કે, એક એકરમાં વાવેતર પાછળ દોઢ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે તેમજ તેની જાળવણી પણ રાખવી પડે છે.
કચ્છના ખેડૂતે સુકા પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું કચ્છની સ્ટ્રોબેરીની માંગ આખા ભારતમાં જોવા મળે છે
ગુજરાતમાં સ્ટ્રોબેરીનું વાવેતર ખુબજ ઓછા પ્રમાણમાં થાય છે, જેથી મહારાષ્ટ્રમાંથી સ્ટ્રોબેરીની આયાત કરવામાં આવે છે. ખેડૂતે જણાવ્યું હતું કે, પ્રથમ વખત વાવેતર કર્યું હતું તે દરમિયાન સારો એવો પ્રતિસાદ મળ્યો હતો અને હાલમાં પણ કચ્છની સ્ટ્રોબેરીની માંગ ખૂબ જોવા મળી રહી છે તેમજ ભારતમાં કચ્છની સ્ટ્રોબેરીની ખુબજ માગ જોવા મળી રહી છે.
કચ્છના ખેડૂતે સુકા પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું વડાપ્રધાને મન કી બાતમાં કચ્છના ખેડૂતનો ઉલ્લેખ કર્યો હતો
કચ્છના ખેડૂતોએ ખેતી ક્ષેત્રે પ્રગતી કરી છે જે બિરદાવવા લાયક છે, જિલ્લામાં ડ્રેગન ફ્રૂટ, સફરજન સહિતના ફળોના સફળ વાવેતર બાદ સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. વડાપ્રધાને મન કી બાતમાં પણ કચ્છના રેલડી ગામના પ્રગતિશીલ ખેડૂતનો ઉલ્લેખ કર્યો હતો. ખેડૂતે સુકા ભઠ્ઠ અને પાણીની અછતવાળા રણમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરીને ઉદાહરણ પુરુ પાડ્યું છે.
કચ્છના ખેડૂતે સુકા પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું પ્રાકૃતિક ખેતી દ્વારા કરાયું ઉત્પાદન
ખેડૂતના જણાવ્યા અનુસાર આ વર્ષે પ્રાકૃતિક ખેતીની મદદથી સ્ટ્રોબરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, જેથી એક સ્ટ્રોબેરીનું વજન 15 ગ્રામથી લઈને 85 ગ્રામ સુધીનું જોવા મળી રહ્યું છે, તેમજ 200 ગ્રામ સ્ટ્રોબેરીનો ભાવ હાલમાં 80થી 110 રૂપિયા જોવા મળી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીમાં પાણી, દેશી ગાયના ગોબર, ગોળ, ગૌમુત્ર, બેસન અને વડ કે પીપળના ઝાડની નીચેની માટી તથા કેળાંના ફૂલના મિશ્રણ દ્વારા બનાવવામાં આવતા જીવામૃત દ્વારા સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.
કચ્છના ખેડૂતે સુકા પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું આ પણ વાંચો : સાપુતારાના કુદરતી સૌંદર્ય વચ્ચે હવે સ્ટ્રોબેરીની મજા, જુઓ ખાસ અહેવાલ
આ પણ વાંચો : 20 વર્ષ પહેલા ખેડૂતે કર્યુ હતુ સ્ટ્રોબેરીનું ઉત્પાદન, હવે તે બની ડાંગની ઓળખ...