કચ્છ : અબડાસા પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા જીએએસ અધિકારી ડી.એ.ઝાલાની મોરબી ખાતે બદલી થતા એક સાદો વિદાયમાન કાર્યક્રમ અબડાસાની સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધીઓ અને કાર્યકરો દ્વારા યોજાયો હતો. વિદાય લઈ રહેલા પ્રાંત અધિકારીનું શાલ ઓઢાડી સન્માન કરી તેમની મોરબી ખાતેની કામગીરી ઉત્તમ બની રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરાઈ હતી. ભારત ગ્રુપ નલીયાના છત્રસિંહ જાડેજાએ તેમના ત્રણ વરસના કાર્યકાળ દરમિયાન સ્થાનિક પરિસ્થિતિઓમાં પુર, વાવાઝોડા, અછત અને કોરોનાના સમયગાળા દરમિયાન તેમણે કરેલ કામગીરીને બિરદાવી પુન: તેઓ કચ્છમાં આવે અને કચ્છને તેમના જેવા બાહોશ અધિકારી મળે તેવી શુભકામના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તાલુકા હોમગાર્ડ કમાન્ડન્ટ હરિભાઈ ચાવડા, આરએસએસના નીતીન દરજી વગેરેએ તેમની સાથેના અનુભવો વર્ણવ્યા હતા.
અબડાસા પ્રાંત અધિકારીની મોરબી પ્રાંત તરીકે બદલી થતા સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા વિદાય સમારોહ - kutch news
છેલ્લા 3 વરસથી અબડાસા પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા જીએસ અધિકારી ડી.એ. ઝાલાની મોરબી ખાતે બદલી થતાં તાલુકાની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.
અબડાસા
કચ્છી ભાનુશાલી દેશ મહાજન પ્રમુખ પ્રવિણભાઈ ભાનુશાલી, તાલુકા ભાજપ પ્રમુખ ઊંમરશીભાઈ ભાનુશાલી, વાલજીભાઈ, ચેતન રાવલ, વાડીલાલ પટેલ, હિંમતસિંહ જાડેજા, કિશાન મોરચાના મહાવીર સિંહ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડાપ્રઘાન નરેન્દ્ર મોદીનો જન્મદિન હોવાથી પ્રાંત કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.