- કચ્છમાં ખેતી નુકસાનીના સર્વની કામગીરી 40 ટકાએ પહોંચી
- ખેડૂતોએ સર્વે વગર સહાય ચૂકવવાની માંગ કરી
- વરસાદને પગલે નુકસાન અંગે સરકારના નિયમો મુજબ સહાય ચુકવાઇ રહી છે : જિલ્લા વિકાસ અધિકારી
કચ્છમાં ખેતી નુકસાનીના સર્વની કામગીરી યથાવત, સર્વે વગર સહાય ચૂકવવાની ખેડૂતોની માંગ - કચ્છ જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશી
કચ્છ ભારે વરસાદને પગલે ખેતીને અને ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. રાજ્ય સરકારે સર્વે કરવાની કામગીરી આદરીને ખેડૂતોને સહાયનો વાયદો કર્યો છે. પરંતુ કચ્છમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ આવે સર્વેની કામગીરી 40 ટકાએ પહોંચ્યાના દાવા વચ્ચે ખેડૂતોએ તંત્રને આડે હાથ લેતા આક્ષેપ કર્યો છે. તંત્ર પાસે પૂરતો સ્ટાફ પણ નથી અને દિવાળી સુધી યોગ્ય રીતે સર્વે થઈ શકે તેમ નથી. આ સ્થિતિમાં સરકારે સહાય આપવી જ હોય તો વરસાદના આંકડાઓના આધારે પણ સહાય ચૂકવીને મદદરૂપ થવું જોઈએ. માટે ખેડૂતો સર્વે વગર સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે.
કચ્છ: જિલ્લામાં આ વર્ષ 250 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સરેરાશ કરતાં 150% વરસાદે પગલે જિલ્લામાં વ્યાપક નુકસાન થયા તે સમજી શકાય તેમ છે. આ સ્થિતિમાં પાકનું ધોવાણ, ખેતરનું ધોવાણ, ખેતરોમાં પાણીનો ભરાવો ઊભા મોલ નિષ્ફળ થવા અને બાગાયતી ખેતીમાં ફૂગને પગલે પાક સડી ગયો છે. જગતના તાતની આ મુશ્કેલભરી સ્થિતિમાં હવે સરકાર જ સહાય કરી શકે તેમ છે. ખેડૂતો લાંબા સમયથી સહાય માટે માંગ કરી રહ્યા છે, પણ હજુ સર્વની કરવાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. ત્યારે ખેડૂતો સર્વ વગર સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે.