કચ્છમાં ગત્ત અઠવાડિયે અનેક વિસ્તારમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઈ ગાંધીનગરની સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટરના ટેક્નિશિયન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાની ટીમે કચ્છની મુલાકાત લીધી હતી. આ તમામ અધિકારીઓએ ભુજ તાલુકાના ધ્રોબાણા ગામના ભૂકંપમાપક કેન્દ્રની મુલાકાત લીધી હતી.
કચ્છમાં ભૂકંપ માપક કેન્દ્રની તજજ્ઞોએ લીધી મુલાકાત, આપત્તિ સામે આગોતરી તૈયારી
કચ્છ: 2001માં વિનાશક ભૂકંપમાં માર સહન કરનાર કચ્છની ધરતી પર ફરી ધ્રુજારી અનુભવાતી રહે છે. ખાસ કરીને તાજેતરમાં 24 કલાકમાં ત્રણ મોટા ભૂકંપના આચકા નોંધાયા બાદ તંત્રએ તપાસની ગતીવીધિ તેજ કરી છે. કચ્છના ધ્રોબાણા ખાતે આવેલા સેન્ટર ખાતે તંત્રના વિવિધ અધિકારીઓએ મુલાકાત લઈને નિરક્ષણ કર્યું હતું.
etv bharat
ખાસ કરીને ફરી જો કોઈ આવી આપત્તિ આવે ત્યારે કઈ રીતે આગોતરા પગલાં ભરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સેન્ટર પર એકત્ર થતી માહિતી અગત્યની છે. ડિઝાસ્ટર શાખાની ટીમે આઈએસઆર પાસે ભૂસળવળાટ ધરાવતા વિસ્તારોની સક્રિયતા વિશેનો ડેટા માગ્યો છે. આ ડેટાના આધારે આગામી સમયમાં આ વિસ્તારમાં કોમ્યુનિટી અવેરનેસ સાથે આપત્તિ વ્યવસ્થાપન અંગેના કાર્યક્રમો યોજવાનું આયોજન ઘડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.