ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં કોરોનાના કારણ-મારણ ઉપર સંશોધનની વ્યાપક સંભાવના: ભુજ મેડિકલ કોલેજના ઓટોપ્સી નિષ્ણાંતનો મત

ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણનું કારણ જાણવા અને તેને નાથવાના ઉપાયો હાથ વગા કરવા માટે કોરોનાથી મૃત્યુ પામેલાઓના મૃતદેહોનું શબ પરિક્ષણ(ઓટોપ્સી) કરવા ઉપર ભૂજમાં આવેલી અદાણી સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના વડા તથા પ્રોફેસર ડો. ડી. એન. લાન્જેવારે ભાર મુક્યો છે.

corona death in Gujarat
ગુજરાતમાં કોરોનાના કારણ-મારણ ઉપર સંશોધનની વ્યાપક સંભાવના

By

Published : May 27, 2020, 8:44 PM IST

કચ્છઃ તબીબી વિજ્ઞાન (કલીનીકલ) અને પેથોલોજી ઓટોપ્સીના તજજ્ઞ ગણાતા ડો. લાન્જેવારનું ઓટોપ્સી અંગેનાં મંતવ્યની માત્ર રાજ્યમાં જ નહિ પરંતુ, તેમની રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ નોંધ લેવાય છે. તેવા નિષ્ણાંત ડો. લાન્જેવારે વધુમાં કહ્યું કે, કોરોના વિશ્વવ્યાપી રોગચાળો છે. પરંતુ, આ રોગચાળાનાં લક્ષણ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે બદલાતી હોવાથી ગુજરાતે ઓટોપ્સી સંશોધન અધ્યયન કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ડો. ડી.એન.લાન્જેવારે મુંબઈની ગ્રાન્ડ મેડિકલ કોલેજ અને જે.જે.હોસ્પિટલમાં 22 વર્ષ કલીનીકલ એક્સપર્ટ તરીકે કામ કર્યું છે, જ્યાં તેમણે એઇડ્સનાં 236 દર્દીઓની કલીનીકલ ઓટોપ્સી કરી હતી. ફળ સ્વરૂપે એઇડ્સના દર્દીઓને રાહત થાય તેવી શોધ માટે માર્ગ પ્રશસ્ત થયો હતો. પરિણામે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઇ હતી. લાન્જેવાર નિવૃત થયા બાદ હાલ અદાણી મેડિકલ કોલેજ ભુજના પેથોલોજી વિભાગના વડા છે.

તેમણે કહ્યું કે, કલીનીકલ ઓટોપ્સીનો મુખ્ય હેતુ રોગનું કારણ- મરણ શોધવાનું હોય છે. કોવીડ- 19 પણ નવો રોગ છે. ઓટોપ્સી કરવાથી શરીરના કયા અંગને વાયરસ કેવી રીતે ભરડો લે છે અને તેને નાથવા શું ઉપાય કરી શકાય તે આ સંશોધનથી જાણવા મળે છે. તાજેતરમાં ઓટોપ્સીથી જ ઇબોલા વાયરસ ઉપર સંશોધન થયા હતા અને નોંધપાત્ર પરિણામ હાંસલ થયા છે.

ગુજરાતમાં કેસ વધવાને કારણે સંશોધનને મોટો અવકાશ છે. ગુજરાત સરકારે આ દિશામાં પહેલ પણ કરી છે. અત્યારે કોરોના સબંધિત ચીન, અમેરિકા, બ્રિટન, જર્મની, ઇટાલી વગેરે દેશોએ કરેલા સંશોધન અંગેનું સાહિત્ય ઉપલબ્ધ છે. જેની મદદથી પણ સંશોધન થઇ શકે છે. અલબત્ત વિશ્વમાં હજુપણ ઓટોપ્સી અંતર્ગત જોઈએ તેવું વ્યાપક સંશોધન થયું નથી.

ગુજરાતમાં સામાન્ય રીતે કોરોનાનો પ્રહાર ફેફસાં ઉપર થાય છે. તેમ છતાં જો ઓટોપ્સી કરવામાં આવે તો ફેફસાં સિવાયના ક્યાં અંગને અસર કરે છે. તે બાબતે ચોક્કસપણે દિશા નિર્દેશ પ્રાપ્ત થઇ શકે છે. પોસ્ટમોર્ટમ અને ઓટોપ્સીનો તફાવત દર્શાવતા એમણે કહ્યું કે, બન્નેમાં મૃતદેહનું મૃત્યોત્તર શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. કલીનીકલ અને પેથોલોજી ઓટોપ્સી દ્વારા મૃત્યુ પામનારનાં મરણનું કારણ જાણીને સંશોધન કરી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details