ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારે વરસાદ વચ્ચે પણ ભુજનું હમીરસર તળાવ ખાલીખમ - મેઘરાજા

કચ્છમાં છેલ્લા 5 દિવસથી મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના બે રાઉન્ડમાં મેઘરાજાએ કચ્છમાં 152 ટકા વરસાદ વરસાવી દીધો છે. જે કારણે જિલ્લાના અનેક ડેમ, તળાવ છલકાઈ ગયા છે અને નદીઓ બે કાંઠે વહી રહી છે. આ સ્થિતિ વચ્ચે ભુજનું હમીરસર તળાવ હજૂ પણ ખાલી છે. હમીરસર તળાવમાં માત્ર નામ પૂરતું પાણી આવ્યું છે. લોકો આ તળાવ સાથે લાગણીથી જોડાયેલા છે. ત્યારે મેઘરાજાને ઉપરવાસમાં જોરદાર વરસાદ આપે અને તળાવ છલકાવી દે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

હમીરસર તળાવ
હમીરસર તળાવ

By

Published : Aug 22, 2020, 10:51 PM IST

કચ્છ: ભુજમાં આવેલું હમીરસર તળાવ કચ્છીમાડુઓ માટે વિશેષ લાગણી છે. શહેરની શોભા અને લોકોની લાગણીનું આ તળાવ છેલ્લા બે વર્ષથી ખાલી છે. ગત વર્ષે પણ સારો વરસાદ થવા છતા તળાવ ખાલી રહી ગયું હતું.

તળાવમાં માત્ર નામ પૂરતું પાણી આવ્યું છે

આ વર્ષ પણ ભુજ શહેરમાં 28 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમ છતા પણ તળાવમાં નામ પૂરતું પાણી આવ્યું છે. તળાવમાં ઉપરવાસમાં થતો વરસાદ હમીરસરમાં પાણી લઈને આવે છે. જો કે, ઉપરવાસમાં જોઈએ તેવો વરસાદ ન હોવાથી તળાવ ખાલી હોવાનું જણાવાઇ રહ્યું છે.

ભુજના રહેવાસી વિષ્ણુ ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરમાં તળાવ માટે પાણી આવક ચાલુ થાય તો પણ તે કચ્છીઓ માટે મોટા સમાચાર છે. ભુજવાસીઓ મોટા બંધ પર પાણીની આવક જોવા ચોક્કસ ઉમટી પડે છે, પણ પાણીની જે આવક થઇ રહી છે, તે પૂરતી નથી.

ભારે વરસાદ વચ્ચે પણ ભુજનું હમીરસર તળાવ ખાલીખમ

દૈનિક ધોરણે તળાવ આસપાસમાંથી નીકળતા લોકો તળાવ તરફ ચોક્કસ નજર માંડી કરી લે છે. રાત્રે જોરદાર વરસાદ હોય તો લોકો હમીરસરમાં કેટલું પાણી આવ્યું તે જોવા માટે પણ નીકળી પડે છે. આવી લાગણી છે, ત્યારે તળાવ છલોછલ ભરાઇ જાય અને છલકાઈ જાય તો સમગ્ર કચ્છીજનોના હૃદય ખીલી ઊઠે. ત્યારે લોકો મેઘરાજાને ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસાવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details