હોસ્પિટલના આ વિભાગનું ઉદ્ઘાટન કરતા મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. એન.એન. ભાદરકા અને સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે કહ્યું કે, કચ્છમાં ગણ્યા ગાંઠ્યા ન્યુરો સર્જન છે. હોસ્પિટલનું આ પગલું મગજના દર્દીઓ માટે રાહતરૂપ બની રહેશે. આ પ્રસંગે જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ડો.અરુણ કુમાર કન્નર તથા અધિક મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભુજ સિવિલ હોસ્પિલમાં ન્યુરોસર્જન નિમણુંક કરાયા
કચ્છ: ભુજની સિવિલ હોસ્પિટલનું સંચાલન અદાણી સમુહને સોંપાયા પછી ખાનગીકરણને પગલે હોસ્પિટલમાં સારવાર સહિતના મુદ્દે અનેક સમસ્યાઓ હવે નિરાકરણ થઈ રહ્યું છે. હોસ્પિટલમાં તબક્કાવાર કરાતી કામગીરીના ભાગરૂપે ન્યુરોસર્જનની નિમણુંક કરવામાં આવી છે. OPD ખાતે રૂમ નં. 48માં ન્યુરો વિભાગ શરુ કરી દેવામાં આવ્યો છે. અને ન્યુરો સર્જન તરીકે ડો. ભાવિન પટેલે દર્દીઓની સારવાર પણ શરુ કરી દીધી છે.
ડો. પટેલે ચેન્નઈ ખાતે આવેલી અને ન્યુરો સર્જરી ઇન ઇન્ડીયાના ભીષ્મ પિતામહ ગણાતા બી. રામમૂર્તિએ શરુ કરેલી વોલીંટરી હેલ્થ સર્વિસીસમાં 6 વર્ષનો ન્યુરો સર્જન તરીકે અભ્યાસ કરનાર ડો. પટેલ મગજને લગતી ગાંઠ, ઈજ્જા, પાણી ભરાવું, નસ ફાટવી તેમજ તમામ પ્રકારના મગજના રોગોની સારવાર કરશે. આ સારવાર દર અઠવાડિયે મંગળ, ગુરુ અંને શનિવારના રોજ 10થી 1 દરમિયાન કરાશે.
ઉપરાંત OPD વિભાગ રૂમ નં.6માં વર્ષાઋતુને કારણે વધતા તાવના પ્રમાણને ધ્યાનમાં લઇ એક અલગ તાવનો વિભાગ શરુ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન પણ આ સાથે કરવામાં આવ્યું હતું. જેમાં મેલેરિયા, ડેન્ગ્યું, અને વાયરલ તાવની ચકાસણી અંને સારવાર રોજ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી કરવામાં આવશે.