- કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વૃદ્ધાશ્રમમાં અવર-જવર બંધ કરાઈ
- 45 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
- સંચાલકો દ્વારા કોરોનાનું સંક્રમણના ફેલાય તે માટે પૂરતી તકેદારી
ભુજ:રાજ્યની સાથે સાથે કચ્છ જિલ્લામાં પણ કોરોના પ્રકોપ દિવસેને દિવસે કહેર મચાવી રહ્યો છે. ત્યારે, દરરોજના 150થી પણ વધારે કેસો નોંધાઈ રહ્યા છે. હાલ, કોરોનાની મહામારીમાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમની શું પરિસ્થિતિ છે. તે જાણવા ETV BHARAT ભુજના લોહાણા મહિલાશ્રમ ખાતે પહોંચ્યું હતું.
બહારના લોકોની અવર-જવર બંધ કરવામાં આવી
લોહાણા મહિલા આશ્રમ ખાતે ૪૪ જેટલી વૃદ્ધ મહિલાઓ રહે છે અને કોરોનાની આ બીજી લહેર શરૂ થઈ એ પહેલાથી જ આશ્રમના સંચાલકો દ્વારા તકેદારીના ભાગરૂપે આશ્રમમાં બહારના લોકોની અવરજવર બંધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત, કોરોનાનો સંક્રમણ ન ફેલાય તે માટે અંદરના વૃદ્ધ મહિલાઓને પણ બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.
કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમની પરિસ્થિતિ અંગેનો ETV BHARATનો ખાસ અહેવાલ આ પણ વાંચો:કોરોના સામે જંગ જીતવા અંગિયા ગ્રામ પંચાયતનું 3 મહિનાનું આયોજન
સંચાલકો દ્વારા દાતાઓને જમણવાર સિવાય અન્ય રીતે મદદ કરવા કરાઇ અપીલ
કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ વૃદ્ધાશ્રમમાં મદદ કરવા માટે અને મહિલાઓને ભોજન કરાવવા માટે અનેક દાતાઓના ફોન આવે છે. પરંતુ, જો બહારના લોકો અહીં ભોજન કરાવવા આવે તો સંક્રમણ ફેલાવાનો ભય રહેતો છે. આથી, બની શકે તો રોકડ રાશિ આપી મદદ કરવા તેમ જ કોઈ સુકો નાસ્તો કે અનાજ આપીને મદદ કરવા સંચાલકો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.
રસીકરણ કેમ્પ દ્વારા રસીના પ્રથમ ડોઝ અપાયા
અત્યાર સુધીમાં આશ્રમમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ ઉપરાંત, વૃદ્ધાશ્રમમાં રહેતી મહિલાઓને ભુજ લોહાણા યુવા મંડળ અને મહિલા મંડળ દ્વારા રસીકરણના કેમ્પનું આયોજન કરીને તમામ મહિલાઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ બાદ, ટૂંક સમયમાં જ 45 દિવસ પૂર્ણ થતા બીજા ડોઝ માટેના રસીકરણનું આયોજન કરવામાં આવશે.
મહાજન દ્વારા માસ્ક, સેનેટાઈઝર અને દવાની વ્યવસ્થા
આ ઉપરાંત, તમામ મહિલાઓને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોઈ પણ મહિલાઓને દવાની જરૂર હોય તો મહાજન દ્વારા તેની વ્યવસ્થા કરવામાં આવે છે.
કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમની પરિસ્થિતિ અંગેનો ETV BHARATનો અહેવાલ આ પણ વાંચો:મુન્દ્રા પોર્ટથી 140 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન રેલ માર્ગે દિલ્હી મોકલાયું
કેન્દ્રમાં અત્યાર સુધી કોઈ પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી
કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર કે જે વૃદ્ધ મહિલાઓ અને અનાથ બાળકોનું ઘર છે. ત્યાં, કુલ 58 જેટલી મહિલાઓ અને અનાથ બાળકો રહે છે. હાલમાં, કોરોનાની પરિસ્થિતિમાં કોઈ પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. વધુમાં, સંક્રમણ ન ફેલાય તે માટે બહારની અવરજવર પણ બંધ કરવામાં આવી છે. અહીં માત્ર એક આયા અને એક ગૃહમાતા છે. જે ત્યાં 24 કલાક હાજર રહે છે.
18થી 45 વર્ષની વયના લોકોનું રસીકરણ બાકી
આ આશ્રમમાં 45થી વધુ વયના લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે, 18થી 45 વર્ષ વચ્ચેની વયના લોકોનું રસીકરણ બાકી છે. આ ઉપરાંત, દાતાઓ દ્વારા કરવામાં આવતી જમણવારની વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવતો નથી. જેથી આશ્રમમાં સંક્રમણ થતું અટકાવી શકાય. આશ્રમના સંચાલકો દ્વારા આમ જનતાને પણ જરૂર જણાય તો ઘરથી બહાર નીકળવા અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.