ગુજરાત

gujarat

ETV Bharat / state

પરપ્રાંતિય મજૂરો અંગે રાજ્ય પ્રધાન વાસણ આહિર સાથે ETV BHARATની ખાસ વાતચીત... - વાસણ આહિર

બુધવારે ભુજમાંથી ઉત્તર પ્રદેશના શ્રમિકોની ટ્રેન મોકલવામાં આવી છે. જેને લીલી ઝંડી રાજ્ય પ્રધાન વાસણ આહિરે બતાવી હતી. જેથી ETV BHARATએ રાજ્ય પ્રધાન સાથે ખાસ ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, હજૂ કચ્છમાં ફસાયેલા લોકોને પોતાના વતન મોકવાની વ્યવસ્થા કરવામાં આવશે અને આ ઉપરાંત બીજા સ્થળે ફસાયેલા કચ્છના લોકોને પણ કચ્છ પરત લાવવામાં આવશે.

ETV BHARAT
પરપ્રાંતિય મજૂરો અંગે રાજ્ય પ્રધાન વાસણ આહિર સાથે ETV BHARATની ખાસ વાતચીત...

By

Published : May 6, 2020, 12:02 PM IST

Updated : May 6, 2020, 1:12 PM IST

કચ્છ: ભુજના રેલવે સ્ટેશનથી બુધવારે ખાસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રયાગરાજ માટે પ્રયાણ કરાવનારા રાજ્ય પ્રધાન વાસણ આહિરે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હજૂ પણ કચ્છમાં હજારો શ્રમિકો વતન જવાની રજૂઆત કરી રહ્યા છે. જેથી તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારની મદદ સાથે તે તમામ લોકોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે.

પરપ્રાંતિય મજૂરો અંગે રાજ્ય પ્રધાન વાસણ આહિર સાથે ETV BHARATએ કરી ખાસ ચર્ચા

બુધવારે રવાના થયેલા 1200થી વધુ શ્રમિકોએ તંત્રને અરજી કરી હતી. જેના ભાગરૂપે ઉત્તર પ્રદેશ સરકાર અને ગુજરાત સરકારના સંકલન સાથે કેન્દ્ર સરકારની ચોક્કસ માર્ગદર્શિકાને અનુલક્ષીને રેલવે તંત્રના સહકારથી આ ટ્રેન રવાના કરવામાં આવી છે. બીજી તરફ હજારો કચ્છીજનો પણ પોતાના વતન આવી રહ્યા છે. જેથી કચ્છ તંત્રએ જિલ્લાના મુખ્ય પ્રવેશદ્વાર આડેસર અને સામખીયાળી ખાતે સ્ક્રીનિંગ અને આરોગ્ય પરીક્ષણ સહિતની તમામ તૈયારીઓ કરી છે.

Last Updated : May 6, 2020, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details