- કોરોના મહામારીને પગલે કચ્છ રણોત્સવનું સત્તાવાર આયોજન નહીં
- કચ્છ રણોત્સવમાં આવવા પ્રવાસીઓ ઉત્સુક
- ટેન્ટ સીટી 12મી નવેમ્બરથી શરૂ થશે
કચ્છઃ જિલ્લામાં ભુજથી 90 કી.મી. દુર આવેલા સરહદના સૌથી છેવાડાના ગામ ધોરડોથી 5 કિ.મી. અંદર દર વર્ષે રણોત્સવનું આયોજન થાય છે. કોરોના મહામારીને પગલે લોકડાઉન અને અનલોક વચ્ચે હવે પ્રવાસનને વેગ મળી રહ્યો છે, ત્યારે કચ્છ રણોત્સવ તરફ આવવા માટે પ્રવાસીઓ ઉત્સુક છે. દર વર્ષે વિવિધ આયોજન કરાય છે, પણ આ વર્ષે કોરોના મહામારીને પગલે પ્રવાસન વિભાગ દ્વારા ક્રાફટ બજાર, ખાણીપીણી સહિતના આયોજન કરાયા નથી. બીજી તરફ જેનું સૌથી વધુ આકર્ષણ રહે છે, તે ટેન્ટ સીટી 12મી નવેમ્બરથી શરૂ થશે. કોરોના અનલોકની માર્ગદર્શિકા મુજબ હોટલ રેસ્ટોરેન્ટની વ્યાખ્યામાં આવતી ટેન્ટ સીટી પ્રવાસીઓ માટે ખુલ્લી રાખવામાં આવી છે. આ રીતે આસપાસા બનેલા નાના મોટા અન્ય રિસોર્ટ પ્રવાસીઓને આવકારવા તૈયારી કરી રહ્યા છે.
આ વખતે સુરક્ષા અને સાવચેતી પર ખાર ભાર મુકાયો
ટેન્ટ સીટીના આયોજન અંગે કાનગી કંપનીના ભાવિક શેઠે જણાવ્યું હતું કે, ટેન્ટમાં બદલાવ, નવુ ડેકોરેશન, ડાઈનિંગ હોલ સહિતના રૂટીન આકર્ષણ સાથે આ વખતે સુરક્ષા અને સાવચેતી પર ખાર ભાર મુકાયો છે. પ્રવાસીઓ માટે એમ્બ્યુલન્સ, આરોગ્યી ટીમ, સેનિટાઈઝેશન, સામાજિક અંતર સહિતના તમામ નિયમોના પાલન માટે વિવિધ તૈયારી છે. સ્ટાફને આ માટે તાલીમબદ્ધ કરાયા છે. તેમજ ટેન્ટ આસપાસ અને વિવિધ જગ્યાએ સેનિટાઈજર મુકવા તમામ આવતા જતા લોકોનું થર્મલ સ્કેનિગં સહિતના આયોજન કરાયા છે.