કચ્છ:ગુજરાત રાજ્યમાં દારૂબંધી (alcohol Prohibited in Gujarat) છે ત્યારે 31મી ડિસેમ્બરની રાત્રિની ઉજવણીમાં (31st December Celebrations 2021) અનેક જગ્યાએ આલ્કોહોલનું સેવન (Alcohol consumption) થતું હોય છે, ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ (Police West Kutch) દ્વારા જ્યાં શહેરમાં ફાર્મ હાઉસ છે ત્યાં જઈને ચેકિંગ કરવામાં આવશે. તથા પ્રાઇવેટ પ્લોટ અને હોટલોમાં પણ થતી પાર્ટીમાં ચેકિંગ કરવામાં આવશે.
પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે
પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘે જણાવ્યું હતું કે, જ્યાં આલ્કોહોલનું સેવન કરી રહ્યા હોય તથા પ્રોહીબીશન કાયદાનો (Prohibition Act) ભંગ થતો હોય ત્યાં પણ ચેકીંગ કરવામાં આવશે. જો કાયદાનો ભંગ થતું જાણવા મળશે તો પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં (offense filed under Prohibition Act ) આવશે.
checkpoints પર breathalyzerથી ચેકીંગ કરવામાં આવશે
પાર્ટી પ્લોટની અંદર કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હશે તો ત્યાં પણ ચેકિંગ કરવામાં (Checking with breathalyzer at checkpoints)આવશે કે ત્યાં કોઈ દારૂ પીને ન આવ્યા હોય અથવા કોઈ દારૂનું સેવન ન કરે તેનું ધ્યાન રાખવામાં આવશે. ખાસ કરીને ભુજ શહેરમાં અને આજુબાજુના વિસ્તારોમાં પશ્ચિમ કચ્છ પોલીસના જે ચેક પોઇન્ટ છે, ત્યાં બ્રેથલાઈઝરથી ચેકિંગ કરવામાં આવશે અને ધ્યાન રાખવામાં આવશે કે કોઈપણ રીતે કાયદાનો ભંગ ન થાય. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘે તમામ લોકોને અપીલ કરી હતી કે, નવા વર્ષની ઉજવણી ભલે કરો પરંતુ કાયદાનો ભંગ ન કરો અને નિયમોનું પાલન કરો.