- પર્યાવરણપ્રેમી મહારાવ પ્રાગમલ ત્રીજાએ ઈલેક્ટ્રીક કાર ખરીદી
- ગુજરાત તથા કચ્છની સૌપ્રથમ મર્સિડીઝ બેન્ઝની ઈલેક્ટ્રીક કાર
- આ ઈલેક્ટ્રીક કારની કિંમત 1 કરોડથી પણ વધુ
કચ્છ :સ્વર્ગીય મહારાવ પ્રાગમલજી ત્રીજા ( late Maharao Pragmalji ) વિન્ટેજ કાર અને ઓટોમોબાઈલ ( Automobile )ના ખૂબ પ્રેમી હતા. આથી તેમણે પર્યાવરણ ( environmentalist )ને ધ્યાનમાં રાખીને મર્સિડીઝ બેન્ઝની EQC 400 ઈલેક્ટ્રીક કારને જર્મની સ્થિત મર્સિડીઝ બેન્ઝ ( Mercedes Benz )કંપનીને ઓર્ડર આપીને આ કાર મંગાવી હતી. જે આજે તેમના રણજીત વિલા પેલેસ ( Ranjit Villa Palace ) પર આવી પહોંચી હતી.
અન્ય ઇલેક્ટ્રિક કાર કરતાં ખૂબ સારી
આ ઓટોમેટિક કારમાં 408 હોર્સપાવર, આધુનિક ફિચર્સ, 785 bhpનો પીકપ પાવર તેમજ પાવરફુલ એક ઇલેક્ટ્રિક મોટર પણ છે, જે બીજી અન્ય ઈલેક્ટ્રીક કાર કરતા ખૂબ જ સારી છે.
આ પણ વાંચો:અષાઢી બીજ (Ashadhi Bij) નિમિતે રાજકોટમાં ગાડીઓનું થયું ધૂમ વેંચાણ
આ ઇલેક્ટ્રિક કારની કિંમત 1 કરોડથી વધુ
મર્સિડીઝ બેન્ઝ ( Mercedes Benz ) EQC 400 એ મર્સિડીઝની સર્વપ્રથમ સંપૂર્ણ ઓટોમેટિક ઇલેક્ટ્રિક કાર ( Automatic electric car ) છે, જેની કિંમત 1 કરોડથી પણ વધારે છે. આ કારમાં દરેક પેસેન્જર સીટમાં પર્સનલ મસાજનું ફિચર્સ પણ છે. જેમાં જુદા-જુદા મસાજ ગાડીમાં બેઠેલા દરેક વ્યક્તિને આપી શકાય છે. આ ઉપરાંત, કારમાં 7 એરબેગ છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારી છે. આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર ચાલે છે અને ફૂલ ચાર્જ થતાં 7.30 કલાકનો સમય લાગે છે.
જાણો કારના આધુનિક ફિચર્સ
ઈલેક્ટ્રીક કારની અંદર 64 રંગની ઇન્ટેરિયર લાઇટિંગ સેટ કરી છે. આ કાર સંપૂર્ણ ઓટોમેટિક છે, જેમાં એક્ટિવ બ્રેક એસિસ્ટ તથા બ્લાઈન્ડ સ્પોટ એસિસ્ટ ફિચર્સ પણ છે. આ ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ ટચસ્ક્રિન પણ છે તથા કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસે તો તેની ઉંચાઈ અને બોડી પ્રમાણે તે સીટ ઓટોમેટીક એડજસ્ટ થાય છે. આ કારમાં વોઈસ આસિસ્ટન્ટ, સનપ્રૂફ તથા થ્રી ઝોન ક્લાઇમંટ કન્ટ્રોલ જેવાં અનેક આધુનિક ફિચર્સ આવેલાં છે.