કચ્છરાજ્યમાં ચૂંટણીને હવે માત્ર 2 મહિનાનો સમય બાકી છે. તેવામાં રાજકીય પક્ષોની (gujarat political news) સાથે સાથે ચૂંટણી તંત્ર પણ હરકતમાં (Election Commission in action) આવી ગયું છે.ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી (voter list reform) છે. દર રવિવારે આ માટે ખાસ ઝૂંબેશ પણ હાથ ધરાઈ રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) 80 વર્ષથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકો મતદાન કરે અને યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી શુભેચ્છા પત્ર (greeting cards to senior citizen) પાઠવી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
કચ્છ વિધાનસભા બેઠકોસરહદી જિલ્લા કચ્છની વાત કરવામાં આવે તો, જિલ્લામાં વિધાનસભા બેઠકની 6 બેઠક (kutch assembly seats) છે, જેમાં કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી મુન્દ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે. આમ, તો વર્ષોથી કચ્છ છે. તે ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. જ્યારે 1 સીટ પર કૉંગ્રેસના ધારાસભ્ય છે.
હાલના ધારાસભ્યોધારાસભ્ય ભૂજ મતવિસ્તાર ડૉ. નિમાબેન આચાર્ય (ભાજપ), ધારાસભ્ય અબડાસા મતવિસ્તાર પ્રદ્યુમનસિંહ જાડેજા (ભાજપ), ધારાસભ્ય માંડવી મુન્દ્રા મતવિસ્તાર વિરેન્દ્રસિંહ જાડેજા (ભાજપ), ધારાસભ્ય વાસણભાઈ આહીર (ભાજપ) અંજાર મત વિસ્તાર, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી (ભાજપ) ગાંધીધામ મતવિસ્તાર, ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા (કોંગ્રેસ) રાપર મતવિસ્તાર.
વિધાનસભા બેઠકો માટેના કુલ મતદારોકચ્છના ચૂંટણી વિભાગના (Election Commission in action) નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી. કે. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં જો વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી યાદી મુજબ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો, જિલ્લાની તમામ વિધાનસભા સીટ માટે કુલ 16,13,286 મતદારો છે, જે પૈકી 8,34,491 પુરૂષ મતદારો છે જ્યારે 7,78,785 મહિલા મતદારો (kutch assembly seats) છે અને 10 અન્ય મતદારનો સમાવેશ થાય છે. મતદાર યાદી સુધારણા (voter list reform) ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં 58,896 નવા નામ, નામ કમી, સુધારણા વગેરે અંગેના ફોર્મ ભરાઈ ચૂક્યા છે.
આ પણ વાંચોમનોજ સોરઠિયા પર હુમલા બાદ સુરતમાં 12માંથી 7 બેઠક પર AAP જીતશે, કેજરીવાલનો દાવો