કચ્છઃ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર નદી, ડેમ છલકાયા છે. આ સાથે જ જાનહાનીની ઘટનાઓ પણ બની રહી છે. સોમવારે ભુજ તાલુકાના જામથડા અને વડસર ગામની નદીમાં એક કાર તણાવાની ઘટના બની છે. જેમાં કાર ચાલક રવજીભાઈ કેસરાભાઈનું મોત થયું છે.
કચ્છ: જામથડા નદીમાં કાર તણાવવાથી વૃદ્ધનું મોત - કચ્છમાં પાણીમાં તણાવવાથી વૃદ્ધનું મોત
કચ્છમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર નદી, ડેમ છલકાયા છે. આ સાથે જ જાનહાનીની ઘટનાઓ પણ બની રહી છે. સોમવારે ભુજ તાલુકાના જામથડા અને વડસર ગામની નદીમાં એક કાર તણાવાની ઘટના બની છે. જેમાં કાર ચાલકનું મોત થયું છે.
જામથડા નદીમાં કાર તણાવવાથી વૃદ્ધનું મોત
મળતી માહિતી મુજબ, ભુજના જામથડા ગામની નદી હાલ 2 કાંઠે વહી રહી છે. પાણીના ધસમસતા પ્રવાહમાં એક વૃદ્ધ કાર ચાલકે ઉતારવાનું સાહસ કર્યું હતું. જેથી આ વૃદ્ધ કાર સાથે પાણીમાં તણાયા હતા.
આ ઘટનાની જાણ થતા પોલીસ અને NDRFનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ NDRFની ટીમે પાણીમાંથી વૃદ્ધનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.