આ ખડીર બેટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પૂર્વ જિલ્લા કલેકટર રેમ્યા મોહને 1.5 કરોડની પ્રથમ ગ્રાન્ટ ફાળવી છે. મ્યુઝિયમ તથા સંશોધન અર્થે આવતા વૈજ્ઞાનિક અને છાત્રો માટે આ વ્યવસ્થા તેમજ ફોસિલ્સ પાર્ક બહાર ટાવર રણના દર્શન કરવા હેતુથી ઊભુ કરાશે. ફોસિલ્સ પાર્કમાં 17 મીટર લાંબુ ફોસિલ્સ ફાઇબરમાં મૂકવામાં આવશે.
જુઓ કચ્છમાં છે આ તાકાત, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે 'ખડીર બેટ' - gujarati news
કચ્છઃ અમિતાભ બચ્ચનની આ લાઈન 'કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા' થી દેશ-વિદેશમાં કચ્છ એક પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યું છે. ત્યારે કચ્છના પ્રવાસનમાં અનેક જગ્યાઓનો વધારો કરવામં આવી રહ્યો છે. ત્યારે હડપ્પન સંસ્કૃતિની ધરોહર સાઈટ ગણાતી ધોળાવીરાની બાજુમાં જ હડપ્પન સંસ્કૃતિનું વૈવિધ્ય ધરાવતા ખડીર બેટને પ્રવાસી સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકારે ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ હેઠળ તૈયારી શરૂ કરી છે.
મુખ્ય વનસંરક્ષક એ.સી. પટેલ, ડી.એફ.ઓ. વિહોલ, આર.એફ.ઓ. ચેતન પટેલે જણાવ્યું હતું કે, આ વૃક્ષોનો નજારો જોવા માટે દરરોજ અસંખ્ય પર્યટકો આવે છે. કુદરતી રીતે વિશાળ ડુંગરની કોતરો અને રણ વિસ્તારના કાંઠે આવેલ ડાયનાસોર યુગના આ સ્થળ પર આવેલા અન્ય અવશેષો અંગે પણ કાર્બન ટેસ્ટ માટે વનતંત્રએ કમર કસીને દુનિયા સમક્ષ જુરાસિક યુગ ઉજાગર કરવા માટેની તૈયારી દર્શાવી છે.
ધોળાવીરાથી 12 કિ.મી. દૂર છપરીયા રખાલના રણ કિનારે તત્કાલીન આર.એફ.ઓ. અશોક બી. ખમારના માર્ગદર્શન હેઠળ વન કર્મચારી પ્રભુભાઇ કોલીએ નેચરલ એજ્યુકશન કેમ્પ દરમિયાન કરોડો વર્ષ પહેલાના વૃક્ષોના 30 જેટલા અશ્મિ શેધી કાઢ્યા હતા. જેને તત્કાલીન મુખ્ય વનસંરક્ષક આર.એલ. મીનાએ વડોદરા MS યુનિવર્સિટીના જિયોલોજિસ્ટ સાયન્ટીસ ડૉ.કે.સી.તિવારી પાસે કાર્બન ટેસ્ટ કરાવતા તે અશ્મિ ડાયનાસોર યુગના હોવાનું જણાવાયું હતું. રાપર ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચેતન પટેલે જણાવ્યું હતું કે, શિરાની વાંઢ અને અમરાપરના 9 કિલોમીટર વિસ્તારમાં રણ દર્શન અને સેલ્ફીઝોન ઊભો કરાશે. શિયાળામાં આવતા વિદેશી પક્ષીના દર્શન માટે સુવિધા ઉપલબ્ધ થશે.