કચ્છ ભૂજના ટિન સિટી ગ્રાઉન્ડ (Tin City Ground kutch) ખાતે 14 ફૂટ ઊંચી ફૂટ ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું (Eco Friendly Ganesha Idol) સ્થાપન કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી આ મૂર્તિ કચ્છની સૌથી મોટી ગણેશજીની ઈકોફ્રેન્ડલી મૂર્તિ છે. ક્ચ્છ નહીં, પરંતુ ગુજરાતમાં સૌથી મોટી ગણેશજીની ઈકોફ્રેન્ડલી મૂર્તિ ભૂજમાં (Eco Friendly Ganesha Idol) સ્થાપિત કરવામાં આવી છે.
ફ્રેન્ડ્સ ગૃપે બનાવી મૂર્તિ સૌથી મોટી મૂર્તિ (big idol of ganesha in kutch gujarat) ફ્રેન્ડ્સ ગૃપના પ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું હતું કે, સતત 22મા વર્ષે અમારી ગૃપ દ્વારા ભુજમાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણેશજીની 14 ફૂટ ઊંચી ઈકોફ્રેન્ડલી મૂર્તિ ઘાસ અને માટીથી બનાવવામાં આવી છે. મૂર્તિ માટે વિશેષ પંડાલ પણ તૈયાર કરવામાં આવ્યો (Ganesh Festival 2022) છે. જ્યારે મૂર્તિમાં જલસૃષ્ટીને કોઈ પણ નુકસાન ન થાય તે રીતે ઈકોફ્રેન્ડલી (Eco Friendly Ganesha Idol) અને વેજિટેબલ રંગોથી બનાવવામાં આવી છે.
આ પણ વાંચોઅમદાવાદના રાજાએ સ્થાપના સ્થળ સુધી કરી ગજરાજની સવારી