ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhidham Alcohol Case : ગાંધીધામના ખંડેર ગોડાઉનમાંથી પૂર્વ કચ્છ LCBએ 43.72 લાખનો દારૂનો જથ્થો કર્યો કબ્જે - પૂર્વ કચ્છ LCBની દારૂના ગોડાઉન પર રેડ

ગાંધીધામ શહેરના GIDC વિસ્તારમાં આવેલા જૂના અને ખંડેર જેવા ગોદામમાંથી પૂર્વ કચ્છ LCBએ 43.72 લાખનો દારૂનો (Gandhidham Alcohol Case) જથ્થો કબ્જે કર્યો છે. આરોપી તેમજ બોલેરો વાહનના (Red on LCB Liquor Godown) ચાલકને પકડી પાડવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gandhidham Alcohol Case : ગાંધીધામના ખંડેર ગોડાઉનમાંથી પૂર્વ કચ્છ LCBએ 43.72 લાખનો દારૂનો જથ્થો કર્યો કબ્જે
Gandhidham Alcohol Case : ગાંધીધામના ખંડેર ગોડાઉનમાંથી પૂર્વ કચ્છ LCBએ 43.72 લાખનો દારૂનો જથ્થો કર્યો કબ્જે

By

Published : Mar 9, 2022, 1:48 PM IST

કચ્છ : ગાંધીધામના GIDC વિસ્તારમાં પૂર્વ કચ્છ LCBની (Red of LCB in GIDC of Gandhidham) કાર્યવાહીથી સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. LCB ની એક ટીમ શહેરના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન દારૂની હેરાફેરીની ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

જૂના ખંડેરમાં અન્ય કામના નામે દારૂનો સંગ્રહ કરાતો

ગાંધીધામ શહેરના GIDC વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર 17 અને 18 માં એક જૂનું ખંડેર ગોડાઉન (Red on LCB Liquor Godown) આવેલું છે. આ ગોડાઉનમાં અન્ય કામ માટે ભાડે મેળવી તેમાં દારૂનો સંગ્રહ કરવામાં આવતો હતો. બાદમાં જરૂરિયાત મુજબ કટિંગ કરી પોતાના ગ્રાહકોને આપવામાં આવતો હતો. આ અંગેની બાતમી આધારે LCBએ ગોડાઉન પર રેડ પાડી હતી.

આ પણ વાંચો :Rajkot Police Bribery: રાજકોટ પોલીસના કથિત તોડકાંડ પર હાર્દિક પટેલે પોલીસ કમિશનર પર કર્યા ગંભીર આક્ષેપ

કુલ 48,72,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

પશ્ચિમ કચ્છ LCB દ્વારા ગોડાઉનમાં છુપાવેલા રોયલ ચેલેન્જ ક્લાસિક વ્હિસ્કી 750ml ની 900 બોટલ, મેકડોવેલ નંબર વનની 8100 બોટલ, ઓલ સીઝન Golden Collection રિઝર્વની 1716 બોટલ, કિંગફિશર બીયરના 1368 તીન તેમજ સેન્ટ્રલ બિયરના 1296 ટીન મળીને કુલ 13,380 બોટલ મળી આવી હતી. કુલ 43,72,500ની કિંમતનો શરાબનો જથ્થો (Red on Liquor Godown of East Kutch LCB) જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બોલેરો ગાડી કિંમત 5 લાખ મળી કુલ 48,72,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :Gujarat Congress Big Blame : દારૂ અને ડ્રગ્સના હપ્તા CM અને કમલમ સુધી પહોંચે છે, હવે ગુજરાત પણ 'ઉડતા ગુજરાત'

પૂર્વ કચ્છ LCBએ આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી

આ ઉપરાંત આ રેડ દરમિયાન ગોડાઉનમાંથી બોલેરો પીકઅપ ગાડી પણ પૂર્વ કચ્છ LCB દ્વારા કબજે કરી હતી. જેમાં અમુક કાગડાઓ પોલીસને હાથે લાગ્યા હતા. જેમાં ગોડાઉન PSL કાર્ગો ઝુંપડામાં રહેતા રાજુ સુરેન્દ્ર પ્રસાદે ભાડે લીધું હોવાનું બહાર આવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસે આ રાજુ તેમજ બોલેરો વાહન ચાલકને પકડી પાડવા માટે આગળની કાયદેસરની (Gandhidham Alcohol Case) કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details