કચ્છ : વિનાશક ભૂકંપ 2001ની યાદ અપાવતો ભૂકંપનો ઝટકો આજે રવિવારે કચ્છમાં વિવિધ વિસ્તારોમાં અનુભવાયો આવ્યો હતો. રાત્રે 08:13 કલાકે આવેલા ભૂકંપના શકિતશાળી આંચકા એકમાત્ર કચ્છ નહી ગુજરાતના અનેક શહેરોમાં પણ અનુભવાયા હતાં.
મળતી વિગતો મુજબ ભૂકંપનો જોરદાર આંચકો 5 રિક્ટર મેગ્નીટયુટ સ્કેલથી ધરાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હજુ સત્તાવાર આ બાબતે વિગતો સ્પષ્ટ થઈ નથી.
ભુકંપની યાદ અપાવતા શકિતશાળી ઝટકાથી ફેલાયો ડર કોરોનાની મહામારી સાથે અનેક જગ્યાએ ભારે વરસાદ અને વિજળી વચ્ચે આવેલા આંચકાએ લોકોને હચમચાવી દીધા હતા અને ડરનો માહોલ ઉભો કરી દીધો હતો. કચ્છમાં હજી સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી. તંત્રએ તાલુકાના વિવિધ અધિકારીઓ અને તંત્રને કામે લગાડી જિલ્લાભરમાં કોઈ નુકસાન હોય તો તેની વિગતો મેળવવા કામગીરી હાથ ધરી છે.કચ્છના પાટનગર ભુજ ઉપરાંત ગાંધીધામ, અંજાર, નખત્રાણા, ખાવડા, માધાપર, રાપર, ભચાઉ, આદિપુર, મુન્દ્રા, માંડવી સહિતના તમામ તાલુકામાં આંચકો અનુભવાયો હતો. જેના પગલે લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતાં અને લોકો રોડ પર જોવા મળ્યા હતા. કચ્છના અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વચ્ચે આંચકો અનુભવીને લોકો વરસાદ વચ્ચે પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. દરમિયાન ભૂકંપના ઝટકા અનુભવાયાને પગલે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કચ્છ સહિતના વિવિધ જિલ્લાના કલેક્ટર્સ સાથે વાતચીત કરી હતી.આ વચ્ચે મળતી વિગતો મુજબ આજે રવિવારે 7.16 મિનિટથી રાત્રે 8 કલાકને 19 મિનિટ સુધીમાં ત્રણ આંચકા અનુભવાયા હતા. 07:16 મિનિટે ઉપલેટા નજીક 2.2નો આંચકો અનુભવાયો હતો. જ્યારે 08:13 કલાકે ભચાઉથી 10 કિલોમીટર નોર્થ નોર્થ ઇસ્ટ દિશામાં 5.3નો આંચકો અનુભવાયો હતો. જે લોકોએ અનુભવ્યો હતો. આ પછી રાત્રે 8 અને 19 મિનિટે કચ્છના રાપરથી 25 કિલોમીટર વેસ્ટ વેસ્ટ દિશામાં 3.1નો આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.