ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉમાં સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ભયનો માહોલ - undefined

કચ્છ પંથકમાં ફરી એક વાર ધરા ધ્રુજી ઉઠી હતી, કચ્છના ભચાઉ નજીક આજે વહેલી સવારે 06.47 કલાકની આસપાસ 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 15 કીમી દૂર નોંધાયું છે. ભૂંકપના કારણે કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. પરંતુ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

ભચાઉમાં ધરા ધ્રુજી
ભચાઉમાં ધરા ધ્રુજી

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 12:13 PM IST

ભૂજ: ફરી એક વાર કચ્છમાં ઘરા ધ્રુજી ઉઠી હતી, કચ્છના ભચાઉ નજીક આજે વહેલી સવારે 06.47 કલાકની આસપાસ 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 15 કીમી દૂર નોંધાયું છે. ભૂંકપના કારણે હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. પરંતુ લોકોમાં ભય પેસી ગયાં છે. આ આંચકો આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઘરમાં ઉંઘી રહ્યાં હતાં તેથી ઘણા લોકોને આ આંચકો અનુભવાયો નથી પરંતુ જે લોકોએ આ આંચકો અનુભવ્યો હતો તે લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.

ભચાઉમાં ધરા ધ્રૂજી: કચ્છમાં વહેલી સવારે આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે.જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે પૂર્વ કચ્છના ભચાઉ નજીક 3.2 ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. પૂર્વ કચ્છના અનેક વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો જો કે કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. સવારના 6:47 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.ટ

ભૂંકપનો ઘટનાક્રમ:કચ્છ જિલ્લાના ભચાઉ શહેરથી લગભગ 10 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ માં તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ આંચકો સવારે 7:35 વાગ્યે નોંધાયુો હતો. મહત્વપૂર્ણ છે કે, કચ્છ જિલ્લો ધરતીકંપના જોખમમાં આવેલું ક્ષેત્ર છે, અને હળવા આંચકા આવવાની ઘટના એક નિયમિત ઘટના છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) મુજબ, ગુજરાત રાજ્ય ઘણા મોટા ભૂકંપના જોખમનું સામનો કરી ચુક્યુ છે અને વર્ષ 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956 અને 2001માં ભૂકંપની ઘણી મોટી ઘટનાઓ જોવા મળી હતી. એમાં પણ વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભૂકંપે છેલ્લી બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો, જેમાં 13,800 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખથી વધુ લોકો ઘાયલ થયા હતા.

  1. Kutch Earthquake : અનેક વખત ભૂકંપના આંચકાઓ આવવા છતાં વિકાસની રફતાર પુરપાટ
  2. Kutch Earthquake : ભૂકંપના બે દાયકા બાદ સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ થતાં ખુશીનો માહોલ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details