કચ્છ:વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના મોટા આફટરશોક નોંધાઈ રહ્યા છે. નાના નાના આંચકાઓનો સિલસિલો આજ સુધી યથાવત રહ્યો છે. આજે વહેલી સવારે સમયે 6:55 કલાકે 3.0ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ધોળાવીરા, ભચાઉ, દુધઈ અને રાપર વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો આંચકો ધોળાવીરાથી 16 કિલોમીટર દૂર સાઉથ-સાઉથ ઈસ્ટમાં નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ ફોલ્ટલાઈન પર નોંધાતા હોય છે અને જે છેલ્લાં થોડાક સમયથી સક્રિય થઈ (Earthquake jolts Kutch for second consecutive day) છે.
કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો, 3.0 ની તીવ્રતા નોંધાઈ
કચ્છમાં વહેલી સવારે આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે કચ્છના વૈશ્વિક ધરોહર ધોળાવીરા નજીક 3.0 ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. પૂર્વ કચ્છના અનેક વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો જો કે કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.
Published : Nov 22, 2023, 8:45 AM IST
|Updated : Nov 22, 2023, 11:21 AM IST
વાગડ વિસ્તારની ફોલ્ટલાઈન પર અવારનવાર નોંધાય છે આંચકાઓ: પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટ લાઈન પર અવારનવાર 1.8.થી 4.5 સુધીની તીવ્રતાના આંચકાઓ નોંધાતા આવ્યા છે. ખાસ કરીને ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં ભાગ્યે જ આંચકાઓ નોંધાતા હોય છે. આજે સવારે ફરી વાગડ વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.
4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય:કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.
TAGGED:
magnitude 30 shock