ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં વહેલી સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો - Earthquake in kutch

કચ્છ જિલ્લામાં આજે રવિવારે વહેલી સવારે પૂર્વ કચ્છના વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. સવારના 7:25 વાગ્યાના અરસામાં 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.આંચકાનું કેંદ્ર બિંદુ દુધઈ નજીક નોંધાયું હતુ.

કચ્છમાં વહેલી સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
કચ્છમાં વહેલી સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

By

Published : Jul 4, 2021, 6:36 PM IST

  • કચ્છમાં ભુકંપના આંચકાઓનો સિલસિલો યથાવત
  • સવારે 7:25 વાગ્યે 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો
  • દુધઈથી 19 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ

કચ્છ : જિલ્લામાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટર શોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહેવા પામ્યો છે. આજે રવિવારે સવારે 7:25 કલાકે 3.7ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી ભચાઉ, ગાંધીધામ અને દુધઈ પંથક સુધી ધરા ધ્રુજી ઊઠી હતી.

વહેલી સવારે આંચકાથી લોકોમાં ગભરાટ

જિલ્લામાં વહેલી સવારે આંચકાથી લોકો ગભરાઈ ઉઠ્યા હતા. શહેર તથા ગ્રામ્ય વિસ્તારની બજારો અને ઘરોમાંથી લોકો સજાગ બની ગયા હતા. ભચાઉ, દુધઈ અને ગાંધીધામ ક્ષેત્રમાં ઘરે આરામ કરતા લોકો ઊંઘમાંથી બેઠા થઈ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details