ગુજરાત

gujarat

ETV Bharat / state

Earthquake: કચ્છમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો

કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે પૂર્વ કચ્છના વિસ્તારોમાં લોકોએ ભૂકંપ (Earthquake)ના આંચકાનો અનુભવ કર્યો હતો. સવારના 7:49 વાગ્યાના અરસામાં 2.0ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આંચકાનું કેંદ્ર બિંદુ ભચાઉ નજીક નોંધાયું છે.

Earthquake: કચ્છમાં વહેલી અનુભવાયો સવારે ભૂકંપનો આંચકો
Earthquake: કચ્છમાં વહેલી અનુભવાયો સવારે ભૂકંપનો આંચકો

By

Published : Jul 13, 2021, 1:05 PM IST

Updated : Jul 13, 2021, 1:46 PM IST

  • કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત
  • સવારે 7:49 વાગ્યે 2.0ની તીવ્રતાનો આંચકો નોંધાયો
  • ભચાઉથી 21 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ

કચ્છ:જિલ્લામાં 2001ના મહાભૂકંપ (2001 kutch Earthquake) બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી યથાવત છે. આજે મંગળવારે સવારે 7:49 કલાકે 2.0ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી ભચાઉ, ગાંધીધામ અને દુધઈ પંથક સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કિમી દૂર નોર્થ નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું.

વહેલી સવારે આંચકાથી લોકોમાં ગભરાટ

વહેલી સવારે રિક્ટર સ્કેલ પર 2.0ની તીવ્રતાના નોંધાયેલા આંચકાથી કચ્છમાં લોકો ગભરાઈ ગયા હતા અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ઘરોમાંથી લોકો સજાગ બની ગયા હતા. ભચાઉ, દુધઈ અને ગાંધીધામ ક્ષેત્રમાં ઘરે આરામ કરતા લોકોની ભૂકંપના આંચકાના લીધે ઊંઘ ઉડી ગઈ હતા.

આ પણ વાંચો:કચ્છમાં વહેલી સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત

આ પહેલા જૂલાઈ મહિનાની શરુઆતમાં જ વિવારને 4 જૂલાઈએ કચ્છ જિલ્લામાં વહેલી સવારે પૂર્વ કચ્છના વિસ્તારોમાં ભૂકંપના આંચકો અનુભવાયોો હતો. સવારના 7:25 વાગ્યાના અરસામાં 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આંચકાનું કેંદ્ર બિંદુ દુધઈ નજીક નોંધાયું હતુ.

Last Updated : Jul 13, 2021, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details