ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં વાવાઝોડાંની આગોતરી જાણકારી માટે અર્લી વોર્નિંગ સિસ્ટમ લગાડાશે, સર્વે શરૂ - Early warning system

કચ્છ: ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી ગાંધીનગર દ્વારા NCRMP અંતર્ગત કચ્છમાં વાવાઝોડાંની આગોતરી જાણકારી મળી રહે એ હેતુસર કચ્છના કાંઠાળા વિસ્તારના આઠ તાલુકાઓનાં અલગ-અલગ ગામડાંઓમાં અર્લી વોર્નિંગ સીસ્ટમ લગાડવામાં આવશે. ગાંધીનગરથી GSDMAના કન્સલ્ટન્ટ કચ્છમાં જુદાં-જુદાં વિસ્તારોમાં અર્લી વોર્નિંગ સિસ્ટમ લગાડવા સર્વે કામગીરી ટુંક સમયમાં શરૂ કરી દેવાશે.

kutch
kutch

By

Published : Jan 8, 2020, 10:25 PM IST

Updated : Jan 9, 2020, 7:40 AM IST

ડીઝાસ્ટર મામલતદાર સી.આર.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અબડાસાના ગુનાવ, જખૌ, મોધવા, મોવાડી અને પીંગલેશ્વર, માંડવી તાલુકામાં માંડવી, નાનાલાયજા, ત્રગડી, બાડા,ગુંદીયારી, મસ્કા અને શીરવા જયારે મુંદરા તાલુકામાં મુંદરા, ભદ્રેશ્વર, લુણી, નવીનાળ, શેખડીયા, થર્મલબાના, ઝરપરા, ગાંધીધામમાં ભારાપર, ચુંડવા, કંડલા, ભચાઉમાં ચીરઇ મોટી, સુરજબારી, વાંઢીયા, રાપરમાં આડેસર અને લખપત તાલુકામાં લખપત અને નારાયણ સરોવર ખાતે સર્વેની કામગીરી હાથ ધરાઇ રહી છે.

GSDMA દ્વારા ડેવલપ કરાયેલી અર્લી વોર્નિંગ સિસ્ટમ કચ્છમાં આઠ તાલુકાઓમાં લગાડવાના કાર્યમાં ભુજનાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જરૂરી સંકલન પૂરૂ પાડવાની કામગીરી કરાઇ રહી છે, હાલે ચાલી રહેલી સર્વેની કામગીરી કન્ફર્મ થયાં બાદ કચ્છનાં આઠ તાલુકાનાં કાંઠાણ વિસ્તારોમાં અર્લી વોર્નિંગ સીસ્ટમ ઇન્સ્ટોલેશન અંગેની કામગીરી પણ હાથ ધરાનાર છે.

ત્યારે આવનારા દિવસોમાં કચ્છમાં વાવાઝોડાંની આગોતરી જાણકારી મળી રહેતા જિલ્લાના વહીવટીતંત્ર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા કામગીરીને વધુ સુચારૂ અને અસરકારક રીતે હાથ ધરી શકાશે અને માનવ જીવન અને માલ-મિલ્કતને થતા નુકસાનને અટકાવવા જેવાં અગમચેતીનાં પગલા ભરી શકાશે.

Last Updated : Jan 9, 2020, 7:40 AM IST

ABOUT THE AUTHOR

...view details