કચ્છ કલેક્ટરે Etv ભારતને જણાવ્યું હતું કે, કચ્છમાં કોઈપણ પરિસ્થિતિ માટે તંત્ર દ્વારા તમામ કામગીરી પૂરી કરી શકે અને જાનમાલને નુકસાન ન થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, મહા વાવાઝોડાની જે દિશા છે તેના રસ્તામાં કચ્છ આવતું નથી તેમજ કચ્છમાં ચિંતાનો કોઈ વિષય નથી. ભારે વરસાદની શક્યતાને લઇ તકેદારીના ભાગરૂપે તમામ સ્થિતિને પહોંચી વળવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા ત્રણ દિવસથી તંત્ર કામે લાગ્યું છે. કચ્છમાં માછીમારોને દરિયામાંથી પરત બોલાવવા સહિતના પગલાં ભરવામાં આવ્યા છે તો તમામ વિભાગોને પૂરતા સાધન સામગ્રી પણ આપવામાં આવ્યા છે.