કચ્છસરહદી જિલ્લા કચ્છના ખાવડા વિસ્તારમાં પથ્થરની ખાણમાં મોડી સાંજે દુર્ઘટના ઘટતા ચકચાર મચી હતી. અહીં ઉંચાઈએથી ભેખડ (Rockfall at Mining Site in Khavda area) ધસી પડતા ખનનની (Mining Site in Khavda area of Kutch) કામગીરી કરતા શ્રમિકો દટાઈ ગયા હતાં. આ દટાયેલા શ્રમિક પૈકી એક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો અન્ય દટાયેલા લોકોને બહાર કાઢવા માટે મોડી રાત સુધી બચાવ કાર્ય હાથ ધરાયું હતું.
ડુંગરના ખોદકામ દરમિયાન ઘટી દુર્ઘટનાપોલીસ કન્ટ્રોલ રૂમમાંથી (Khawda Police Station) મળતી વિગતો મુજબ, પૈયાના ડુગરોમાં ચાલતી ખાણમાં સાંજે 6.15 વાગ્યાના અરસામાં આ જીવલેણ ઘટના બની હતી. JCB મશીનો વડે અને ત્રણ ટ્રકો મારફત ખનનની (Mining Site in Khavda area of Kutch) કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક ઉંચાઈએથી મોટી ભેખડ ધસી (Rockfall at Mining Site in Khavda area) પડતા કામ કરતા 4 કે 5 શ્રમિકો દટાઈ ગયા હતાં. આ બનાવના પગલે આસપાસ કામ કરતા શ્રમિકોમાં ભારે દોડધામ થઈ પડી હતી. બનાવની જાણ થતા જ ખાવડા PSI અને પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.