કચ્છઆમ તો કચ્છને કોઈ પણ ઓળખાણની જરૂર નથી. વધુમાં કચ્છની વાનગીઓ પણ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. આવી જ એક વાનગી છે કચ્છી મીઠો માવો. જિલ્લાના બન્ની વિસ્તારના ભીરંડીયારા, હોડકો, ધોરડો જેવા ગામના માલધારીઓ આ મીઠો માવો (Kutch Sweet Mawa) તૈયાર કરે છે. અગાઉ માવાનું વેચાણ ખૂબ ઓછા પ્રમાણમાં (Kutch Sweet Mawa Demand sell increased) થયું હતું. પરંતુ હાલમાં રણોત્સવ (rann utsav 2022 Kutch) શરૂ થતાં માલધારીઓને આર્થિક ફાયદો થઈ રહ્યો છે. સાથે જ બજારમાં રોનક પણ આવી છે.
રણોત્સવના કારણે આવી તેજી છેલ્લાં 2 વર્ષથી કોરોના મહામારીના કારણે સફેદ રણ અને રણોત્સવ (rann utsav 2022 Kutch) માણવા આવતા પ્રવાસીઓની અવરજવર પ્રમાણમાં ખૂબ ઓછી રહી હતી. આથી બન્ની વિસ્તારના ધોરડો અને તેની આસપાસના ગામોમાં બન્નીની ભેંસના દૂધમાંથી તૈયાર થતા શુદ્ધ માવાના (Kutch Sweet Mawa) વેચાણમાં ખોટ આવી હતી. તેમ જ બન્નીના માવા ઉદ્યોગને માઠી અસર થઈ હતી. પરંતુ હાલમાં પર્યટન સ્થળો ફરીથી પ્રવાસીઓથી (Tourists increased in Kutch) ધમધમી રહ્યા છે, જેનો લાભ સ્થાનિક વેપારીઓને પણ મળી રહ્યો છે અને બન્ની વિસ્તારના ગ્રામજનોને થઈ રહ્યો છે. આના કારણે માલધારીઓને અહીંના દૂધના માવાના વેચાણમાં મોટો ફાયદો થઈ રહ્યો છે.
કઈ રીતે બને છે કચ્છી મીઠો માવોકચ્છી મીઠા માવા અંગે વાતચીત કરતા વેપારી અલી મામદે જણાવ્યું હતું કે, કચ્છી મીઠો માવો (Kutch Sweet Mawa) એ બન્ની વિસ્તારની ભેંસના દૂધમાંથી બને છે અને સાથે સાથે તેમાં ખાંડનો પણ ઉપયોગ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આ મિશ્રણને 2થી 3 કલાક માટે ઉકાળવામાં આવે છે. 5 લિટર દૂધમાંથી 1 કિલો માવો બને છે. ક્યારેક ક્યારેક સારી ફેટવાળું દૂધ હોય છે. તો આમાંથી માવો બનાવ્યા બાદ ઘી પણ બને છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, આમ તો માવો દરેક જગ્યાએ બનતો હોય છે, પરંતુ ભીરંડીયારા ખાતે બનતા માવાનો સ્વાદ કંઇક અલગ જ હોય છે. કારણ કે, અહીંનું વાતાવરણ આ માવાને માફક હોય છે.