ગુજરાત

gujarat

ETV Bharat / state

મીઠા ઉદ્યોગને કુદરતી આપત્તિમાં થતી નુકસાનીમાં રાહત આપવા કરાઈ માગ

વાવાઝોડાથી મોટાભાગના વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. કચ્છમાં પણ વાવાઝોડાને કારણે મીઠા ઉદ્યોગને નુકસાની ભોગવવી પડી છે. આથી, અગરીયાઓને નુકસાનીમાં રાહત આપવા માટે સરકાર પાસે ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી છે.

મીઠા ઉદ્યોગને કુદરતી આપત્તિમાં થતી નુકસાનીમાં રાહત આપવા કરાઈ માંગ
મીઠા ઉદ્યોગને કુદરતી આપત્તિમાં થતી નુકસાનીમાં રાહત આપવા કરાઈ માંગ

By

Published : May 26, 2021, 9:54 PM IST

  • ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સરકાર પાસે રાહતની માંગ
  • વાવાઝોડું, હાઈ ટાઇડ, પુર અને ભારે વરસાદના કારણે થાય છે નુકસાની
  • તૌકત વાવાઝોડાને લઈને મીઠા ઉદ્યોગને કોઈપણ જાતની અસર થઇ નથી

અમદાવાદ: દેશમાં કુલ મીઠાના ઉત્પાદનનું 75 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે. જેમાં, ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન કચ્છમાં થાય છે. કુદરતી આફતોમાં મીઠા ઉદ્યોગને મોટી નુકસાની સહન કરવાનો વારો આવે છે. જેને ધ્યાનમાં લઇને ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. આવી કપરી પરિસ્થિતિમાં મીઠાના ઉદ્યોગો અને તેની સાથે સંકળાયેલા અગરિયાઓને રાહત આપવામાં તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો:દેશનું 81 ટકાથી વધુ મીઠું ગુજરાતમાં પાકે છે!

મીઠાના ઉત્પાદનો આબોહવા પર આધાર

મીઠાનો ઉપયોગ સંપૂર્ણપણે હવામાન પર આધારિત છે. જેમાં, વરસાદ તડકો હવાની ઝડપ આબોહવામાં ભેજ વગેરે આધાર રાખે છે. મીઠાના એકમો ફક્ત સરકારી ભાડાપટ્ટાની જમીન પર સ્થાપિત થયેલા છે. કુદરતી આફતમાં ફક્ત આગ સિવાય તમામ આફતમાં મીઠા ઉદ્યોગને નુકસાની ભોગવવી પડે છે.

આ પણ વાંચો:શું મીઠા પર સેસ ઉધરાવવો સરકારને મોંઘો પડે છે?

સરકાર પાસે કરાઈ માંગણી

  • મીઠા ઉદ્યોગ ભાડા પટ્ટાની જમીન પર સ્થાપિત હોવાથી સીધી નાણાકીય સહાય કરવાના બદલે સરકારે જમીન મહેસુલ અને રોયલ્ટી ઉપર 2 વર્ષ માટે ભરણું ભરવામાંથી રાહત આપવી જોઈએ.
  • મીઠું પકવવા માટે મુખ્યત્વે ડિઝલ અને વીજળીની જરૂરિયાત હોય છે જેમાં સરકારે 40 ટકા જેવી રાહત આપવી જોઈએ.
  • નુકસાનીમાં સંપૂર્ણ નુકસાન થાય તો સરકાર દ્વારા નાના અગરિયાઓને કુટુંબદીઠ 75000 રૂપિયા કેશડોલ આપવી જોઈએ.
  • અગરિયાઓને ફરીથી ધંધો કરવા માટે આર્થિક રીતે નુકસાનીમાં 2 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવી જોઈએ. જેથી, અગરિયાઓ વાર્ષિક સરેરાશ 800 ટન જેટલું મીઠાનું ઉત્પાદન કરી શકે.
  • નુકસાનીના સમયે ભાડાપટ્ટાના કરારને ઝડપથી રીન્યુ કરવામાં આવે. જેનાથી આર્થિક રીતે લોન મેળવવા માટે અગરિયાઓને સરળતા રહે.

ABOUT THE AUTHOR

...view details