કચ્છના દરિયાઈ ટાપુ પરથી પોલીસે 24 લાખનો ચરસનો જથ્થો ઝડપ્યો - ચરસનો જથ્થો
કચ્છના નિર્જન ટાપુ શેખરાનપીર પાસેથી પોલીસે 16 પેકેડ ચરસનો જથ્થો પકડી પાડયો છે. હાલ વધુ તપાસ ચાલું છે. આ જથ્થાની કિમંત રૂપિયા 24 લાખ હોવાનું જાણવા મળ્યું છે.
કચ્છના દરિયાઈ ટાપુ પરથી પોલીસે 24 લાખનો ચરસનો જથ્થો ઝડપ્યો
કચ્છ: ભૂજ એસપી સૌરભ તોલંબીયાએ જણાવ્યું હતું કે, ગુપ્ત બાતમીના આધારે જખૌથી આગળ દરિયામાં આવેલા શેખરાનપીર ટાપ પાસેથી આ ચરસનો જથ્તો મળી આવ્યો છે. જખૌ મરીન પોલીસ એસઓજી પોલીસે આ કાર્યવાહી પાર પાડી છે. હાલ જખૌ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુન્હો નોંધવાની કામગીરી થઈ રહી છે. તમામ મુદ્દામાલ 24 લાખ રૂપિયાનો હોવાનું સ્પષ્ટ થયું છે.
Last Updated : May 20, 2020, 7:32 PM IST