મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા BSF દ્વારા બે બિનવારસી બોટ મળ્યાં બાદ ક્રીકમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન આ પેકેટ મળી આવ્યા છે. પેકેટમાં કયું ડ્રગ્સ છે અને આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર તેની કેટલી કિંમત આંકી શકાય તે નિષ્ણાતોની તપાસ બાદ સ્પષ્ટ થશે. જોકે, જાણકારોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં એક પેકેટની કિંમત અંદાજીત રૂપિયા પાંચ કરોડ આંકવામાં આવે છે.
21 મે 2019નાં રોજ પાકિસ્તાનની અલ મદિના બોટ દ્વારા ભારતમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઘુસાડાઈ રહ્યો હતો. કોસ્ટગાર્ડે બોટને આંતરી તેમાંથી 1 હજાર કરોડનું બ્રાઉન સુગર જપ્ત કર્યું હતું.