કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ (Drugs Packet seized from Kutch) બન્યા છે. જોકે, આ સિલસિલો હજી પણ યથાવત્ છે. આજે (શનિવારે) અબડાસાના સિંધોડી નજીકના વિસ્તારમાંથી જખૌ મરીન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં (Jakhau Marine Police Patrolling) હતી. તે દરમિયાન ચરસના 10 પેકેટમળી આવતા તેને જપ્ત કરવામાં આવ્યા છે.
બિનવારસી હાલતમાં મળ્યા પેકેટ - કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર (India Pakistan Border) પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમ જ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. આ સિવાય પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે. ત્યારે હવે કચ્છના અબડાસાના સિંધોડી નજીકના દરિયાઈ વિસ્તારમાંથી જખૌ મરીન પોલીસને પેટ્રોલિંગ (Jakhau Marine Police Patrolling) કરતા સમયે બિનવારસી હાલતમાં ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા.
પ્લાસ્ટિકનો કોથળો તણાઈ આવતા શંકાસ્પદ હોઈ તપાસ કરવામાં આવી -જખૌ મરીન પોલીસને (Jakhau Marine Police Patrolling) દરિયાઈ કાંઠા વિસ્તારમાં એક પ્લાસ્ટિકનો કોથળો તણાઈ આવ્યો હતો. જે શંકાસ્પદ હોવાથી તેને દરિયામાંથી કાઠામાં આગળ બહાર કાઢવામાં આવ્યા હતા. તેની તપાસ કરતા સફેદ રંગનો કોથળો વજનદાર હોવાથી આગળની સાઈટમાં અંગ્રેજીમાં બ્લૂ કરમાં A PRODUCT OF ICI Pakistan Limited 25 KGS NET Texo Poly PP BEG MFG 15/03/2021 છાપેલી છે. તેની ઉપર સલામતી કડી બાજેલ છે. તથા પ્લાસ્ટિકની દોરી બાંધી છે, જે ખોલી જોતાં અંદર એક કાપડની બેગ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. તેની અંદર એક પ્લાસ્ટિકની સફેદ કોથળી છે. તેની અંદર જોતા 10 પ્લાસ્ટિકના શંકાસ્પદ પેકેટ જણાઈ આવ્યું હતું.