કચ્છ :સુરત અને અમદાવાદ DRIનું વધુ એક સંયુક્ત ઓપરેશન સફળ થયું છે(Joint operation of Surat and Ahmedabad DRI). ચીનથી મુંદ્રા પોર્ટ પર આવી પહોંચેલા કન્ટેનરમાં શંકાસ્પદ જથ્થો હોવાની બાતમી મળી હતી. જેના આધારે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા કન્ટેનર માંથી 2,00,400 ઈ સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી(2,00,400 sticks of ecigarettes seized Mundra PORT). જેની અંદાજીત કિંમત 48 કરોડ આંકવામાં આવી રહી છે(DRI seized e cigarettes 48 crores from Mundra Port). તેમજ બીજા કન્ટેનરમાંથી મિસડીકલેરેશનનો જથ્થો મળી આવ્યો હતો.
DRIએ મુન્દ્રા પોર્ટ પરથી 48 કરોડની ઈ સિગારેટ ઝડપી પાડી - dri એ ઇ સિગારેટ જપ્ત કરી
કચ્છના મુન્દ્રા પોર્ટ પર ચીનથી આવેલા બે કન્ટેનરને DRIની ટીમે રોક્યા હતા(DRI seized e cigarettes 48 crores from Mundra Port). તપાસ દરમિયાન એક કન્ટેનરમાંથી ઈ સિગારેટની 2,00,400 સ્ટિક્સ મળી આવી હતી(2,00,400 sticks of ecigarettes seized Mundra PORT). જેની કિંમત 48 કરોડ રુપિયા આંકવામાં આવી રહી છે. બીજા કન્ટેનરમાંથી મિસડીકલેરેશનનો જથ્થો મળી આવ્યો હતો. બન્ને કન્ટેનરના બિલ ઓફ લેડિંગમાં ફેરફાર કરીને દુબઈ મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
DRIએ મુન્દ્રા પોર્ટ પરથી 48 કરોડની ઈ-સિગારેટ ઝડપી પાડી
48 કરોડનો જથ્થો ઝપ્ત થોડાક દિવસો પહેલા પણ જ મુન્દ્રા પોર્ટ પરથી નીકળેલા કન્ટેનરમાંથી સુરત પાસેથી ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. કેંદ્રીય તપાસનીસ એજન્સીઓએ કચ્છમાં કંડલા અને મુંદ્રા પોર્ટ પર પણ તપાસ હાથ ધરી હતી. ભારતમાં ઈ-સિગારેટના ઈમ્પોર્ટ પર અગાઉથી પ્રતિબંધ જાહેર કરેલો છે. તેમ છતાં ચોરી છુપીથી ઘુસાડવવામાં આવે છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતાઓ છે.
Last Updated : Sep 18, 2022, 11:33 AM IST