કચ્છ : મુંદરા બંદરેથી (Mundra Port) 77 કરોડની કિંમતની બ્રાન્ડેડ કોસ્મેટિક વસ્તુઓનો જથ્થો DRI દ્વારા કબજે કર્યો છે. મુન્દ્રા બંદર પરથી અગાઉ લાલચંદન, ઈ સિગારેટ, ચાઈનીઝ વસ્તુઓ સહિતની પ્રતિબંધિત વસ્તુઓને પણ ઝડપી પાડવામાં આવતું છે, ત્યારે આ વખતે ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા કરોડોની કિંમતની બ્રાન્ડેડ કોસ્મેટિક વસ્તુઓનો જથ્થો કબજે કરી વધુ એક ડ્યૂટી ચોરી અને મિસ ડિકલેરેશનનો કિસ્સો સામે આવ્યો છે. (DRI seized branded cosmetic Quantity)
કન્ટેનરમાં વેન્ટી કેસના 773 પેકેટ મળતી માહિતી મુજબ મુન્દ્રા બંદરે અદાણી પોર્ટ, સેઝ ખાતે આયાત કરાયેલું કન્ટેનર રોકીને તપાસ કરવામાં આવ્યું હતું. આયાત કરાયેલા કન્ટેનરમાં મિસ ડિકલેરેશન કરાયું હોવાનું અને કન્ટેનરમાં પ્રતિબંધિત વસ્તુ હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. કન્ટેનરમાં વેન્ટી કેસના 773 પેકેટ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. કન્ટેનરની તપાસમાં આગળના ભાગે જાહેર કરાયેલો માલ હતો, પરંતુ તેની પાછળ પ્રતિબંધિત કોસ્મેટિકની વસ્તુઓ નીકળી પડતા તંત્ર ચોંકી ઉઠયું હતું. (branded cosmetic Quantity at Mundra port)