લાંબા સમય પછી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ભુજ ગુજરાતની રંગભૂમિની જાણિતી ભવન્સ કલ્ચરલ ક્લબ અંધેરી (Bhavans Cultural Centre Andheri) દ્વારા જિલ્લાના મુખ્યમથકમાં નાટ્યસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 15મા નાટ્ય સ્પર્ધા મહોત્સવ (Drama Competition in Bhuj District) અંતર્ગત ભુજ હવે 5 દિવસ નાટ્યમય બનશે. LLDC નાટ્ય સ્પર્ધા 2023નો ભુજના ટાઉનહોલ (town hall bhuj) ખાતે વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાના કલાકારોને મુંબઈનું પ્લેટફોર્મ (Drama competition will give platform to artists) મળે તે છે.
નાટ્યપ્રેમી જનતાને ખૂબ લાંબા સમય પછી મળશે લ્હાવોભુજના ટાઉનહોલ ખાતે મુખ્ય આયોજક સંસ્થા LLDCના ચેરમેન દિપેશ શ્રોફ, લાલભાઈ રાંભિયા, ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના (Bhavans Cultural Centre Andheri) લલિત શાહ અને પ્રવીણ સોલંકીના હસ્તે દિપ પ્રાગટય સાથે નાટય મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એટલે હવે ભુજની નાટ્યપ્રેમી જનતાને (Drama Lovers in Bhuj) ઘણા લાંબા સમય પછી ગુજરાતના અલગ અલગ શહેરોના પ્રતિષ્ઠિત કલાકારોના ગૃપના નાટકનો ઘરઆંગણે લહાવો મળવાનો હોવાથી આ આયોજનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
મોટી સંખ્યામાં દર્શકો ઉમટ્યાકચ્છમાં પ્રથમ વખત રંગમેળો ભરાયો છે. તેને માણવા મોટી સંખ્યામાં દર્શકો ઉમટ્યા છે. તે જોઈ ખુશી થઈ તેવી લાગણી રંગભૂમિની જાણીતી ભવન્સ કલ્ચરલ કલબ અંધેરી દ્વારા (Bhavans Cultural Centre Andheri) આયોજિત 15મા નાટય સ્પર્ધા મહોત્સવ LLDC નાટ્ય સ્પર્ધા 2023ની અહીંના ટાઉનહોલ ખાતે પ્રારંભ વખતે દિગ્ગજ નાટયકલાકાર પ્રવીણભાઇ સોલંકીએ વ્યક્ત કરી હતી.
LLDCના સહકારથી નાટ્ય મહોત્સવ શક્ય બન્યોભવન્સ કલ્ચરલ સંસ્થાએ (Bhavans Cultural Centre Andheri) 14 વર્ષે નાટ્ય સ્પર્ધા કરી છે, પરંતુ કોરોના અને આર્થિક કારણોસર 15મી નાટ્ય સ્પર્ધા ન થઇ શકે તેવી પરિસ્થિતિમાં દિપેશ શ્રોફના સહકારથી આ નાટ્ય મહોત્સવ શક્ય બન્યો હોવાનું જણાવી તેમનો ખાસ આભાર માન્યો હતો. વધુમાં તેમણે દર્શકોને આ કોઇ વ્યવસાયિક નાટક નથી પણ સ્પર્ધાના નાટક છે. તેવી દૃષ્ટિથી નિહાળવા સૂચન કર્યું હતું. ગુજ્જુભાઈ સિવાયના નાટકો જોવા પણ મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડયા તે બદલ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. LLDCના દિપેશ શ્રોફે ભવન્સ કલ્ચરલ ક્લબ (Bhavans Cultural Centre Andheri) સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને નાટ્ય સ્પર્ધાની શરૂઆત કચ્છથી થઇ તે બદલ ખુશીની લાગણી વ્યકત કરી હતી.
નાના કલાકારોને મુંબઈનું પ્લેટફોર્મ મળે તે ઉદ્દેશ સાથે યોજાઈ સ્પર્ધા નાટક ટીમવર્ક કેવી રીતે કરવું તે શીખવે છેભવન્સ કલ્ચરલ સંસ્થાના (Bhavans Cultural Centre Andheri) લલિતભાઈ શાહે સૌને આવકાર આપતાં જણાવ્યું હતું કે, ભુજમાં પ્રથમ વખત નાટય સ્પર્ધા યોજવાની તક મળી છે. તેમણે પોતે 1957થી નાટય પ્રવૃત્તિની શરૂઆત કરી હોવાનું જણાવી નાટક ટીમવર્ક કેવી રીતે કરવું તે શીખવે છે સાથે બોલચાલની ભાષા સમૃદ્ધ બને છે જેનાથી પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહી શકાય છે. તેવી લાગણી વ્યકત કરી હતી અને વધારેમાં વધારે નાટકો કરવા આહ્વાન કર્યું હતું.
5 દિવસ જુદાં જુદાં નાટકો યોજાશેપહેલા દિવસે સુરતના વૈશાલી ગૃપના દિગ્દર્શક નાટકનું મંચન (Drama Competition in Bhuj District) કરવામાં આવ્યું હતું. આ નાટકના લેખક પ્રિયમ જાની છે. તો દિગ્દર્શન ચેતન પટેલે કર્યું છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં નાટયપ્રેમીઓ (Drama Lovers in Bhuj) ઉપસ્થિત રહ્યા હતા. બીજા દિવસે અમદાવાદના વિક્રમ એકેડેમી ઑફ પર્ફોમિંગ આર્ટસ ગ્રુપનું (Vikram Academy of Performing Arts Group) મન મગન હુઆ નાટક કરવામાં આવશે.
પાંચે દિવસ મનમોહક નાટકો તો ત્રીજા દિવસે રાજકોટની શિવમ્ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા સૂરજને પડછાયો હોય નાટક રજૂ કરવામાં આવશે. ચોથા દિવસે મુંબઈના આર્ટીસ્ટીક હ્યુમન્સ ગ્રુપ દ્વારા ભૂમિકા નાટક રજૂ કરવામાં આવશે. તો અંતિમ દિવસે ગાંધીનગરના અકત્તર સૈયદ ગ્રુપ દ્વારા સંબંધોની આરપાર અંધશ્રદ્ધાની વાડ નાટક (Drama Competition in Bhuj District) રજૂ કરવામાં આવશે. આ નાટ્ય સ્પર્ધાના નિર્ણાયકો તરીકે બરોડાના વિહાંગ મહેતા, મુંબઇના રમાકાંત ભગત અને પ્રવીણભાઇ સોલંકી રહ્યા છે.
કચ્છમાં લાંબા સમય બાદ નાટકનું આયોજનLLDC ના ચેરમેન દિપેશ શ્રોફે ETV BHARAT સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, વર્ષોથી મને લાગતું નથી કે, મુંબઈનો કોઈ પણ ગુજરાતી એવો હોય જે પ્રવીણભાઈને ના જાણતો હોય જેને પ્રવીણભાઈ કોણ ખબર ના હોય. આ પ્રવીણભાઈ જોડે હું વર્ષોથી સંકળાયેલો છું પ્રવીણભાઈને લલીતભાઈ ભવન્સમાં બહુ જ નિસ્વાર્થ ભાવે છે જે આ નાટક (Drama Competition in Bhuj District) સંગીતને આ બધા જ આયોજનો કરતા હતા. એમની સાથે સંકળાવવાનો મને લાભ મળ્યો હતો. મારી બહુ જ ઈચ્છા હતી કે, આ જ વસ્તુ આપણે કચ્છમાં પણ લઈ આવીએ જે ફાઇનલી આપણે સપનું સાકાર કરી શક્યા છીએ.આજે કાકા શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક ક્રાંતિસેન શ્રોફએ 100 વર્ષ પૂરા કર્યા એમની 101મી જન્મ જયંતિ છે અને આજે જ આ કાર્યક્રમ અમે રાખી શક્યા એની અમને ઘણી ખુશી છે.
સંસ્કાર અને સંસ્કૃતિ જાળવી રાખવો LLDCનો મુખ્ય ઉદ્દેશ્યLLDCનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે, અમે કળા એટલે કચ્છની એમ્બ્રોડરી અને કચ્છના અન્ય ક્રાફ્ટથી શરૂ કર્યું હતું.ત્યાર બાદપછી અમારી બહુ જ ઈચ્છા હતી કે કચ્છમાં ચોક્કસ સમૃદ્ધિ આવવા માંડી છે પણ સંસ્કાર અને સંસ્કૃતિ પણ રહે એના માટે અમે જે જે બની શકે અમારા તરફથી એ બધું જ અમે કરીએ છીએ અને એના ભાગ સ્વરૂપે આ એક્ટિવિટી શરૂ કરી છે અને દર વર્ષે કરશું એની મને ખાતરી છે.
આ પણ વાંચોરાજ્યકક્ષાની 37મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાઈ
નાના કલાકારોને મુંબઈનું પ્લેટફોર્મ મળે તે ઉદ્દેશ્યમુંબઈના નાટ્ય કલાકર પ્રવીણભાઈ સોલંકીએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના નાના-નાના શહેરથી માંડી મોટા મોટા શહેરના કલાકારો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતના કલાકારોને નાના કલાકારોને મુંબઈનું પ્લેટફોર્મ (Drama competition will give platform to artists) મળે, નવોદિત કલાકારોને મુંબઈનું પ્લેટફોર્મ મળે અને નિપુણ કલાકારોને કંઈક નવું નોખું કરવાની તક મળે આ અમારો મુખ્ય ઉદ્દેશ છે.ભુજમાં અદભુત આયોજન થયું છે એ આ આજે આપણી સાથે જ છે. દીપેશભાઈ શ્રોફની વિચારધારા અમારી સાથે જો ન મળતી હોત તો કદાચ આ શક્ય ન બન્યો હોત પણ તેમના દિલમાં હતું કે તમે ભાવનગર સુધી આવો છો તો કચ્છ પણ આવો. કચ્છમાં કલાકાર રસિક પ્રેક્ષકો છે એવી એમને શ્રદ્ધા હતી જે શ્રદ્ધાને આજે અનુમોદન મળ્યું છે.