ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશના અર્થતંત્રમાં મંદીના માહોલ વચ્ચે કચ્છના નમક ઉદ્યોગને પણ અસર - બચુભાઈ આહિર

કચ્છઃ દેશના અર્થતંત્રમાં મંદીના માહોલ વચ્ચે ચીનમાં સર્જાયેલી મંદી અને આંતરરાષ્ટ્રીય ટ્રેડ વોરના કારણે કચ્છના નમક ઉદ્યોગને પણ ભારે અસર પડી છે. ઇન્ડસ્ટ્રીઝ મીઠાની ઓછી ખપત અને જહાજના ભાડામાં ભાવ વધારાને કારણે અબજોની કિંમતના જથ્થાનો ભરાવો થઈ જતા ઉદ્યોગકારો ચિંતીત બન્યા છે.

નમક ઉદ્યોગ

By

Published : Sep 7, 2019, 5:23 PM IST

ETV BHARAT સાથે વાત કરતા ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના બચુભાઈ આહિરે જણાવ્યું હતું કે હાલ મોટા પ્રમાણમાં જથ્થાનો ભરાવો થઈ ગયો છે. નમક ઉત્પાદન ક્ષેત્રે કચ્છ શિરમોર ગણાય છે, રિફાઇન સોલ્ટ ઉપરાંત કરોડો ટન નમક વધારે પ્રમાણમાં ચાઇનામાં નિકાસ કરાય છે. તાજેતરમાં અમેરિકા દ્વારા ચાઇના ઉપર લદાયેલી બે થી ત્રણ ગણી ડ્યૂટીના કારણે ચાઇનામાં કાસ્ટીક સોડાના એકમોમાં ઉત્પાદનમાં કાપ મુકવામાં આવ્યો છે. જેના કારણે કચ્છથી નિકાસ થતા ઇન્ડસ્ટ્રીઝ મીઠાના તથા વિકાસમાં આ વખતે ભારે ઘટાડો કરવામાં આવતા નમક ઉદ્યોગ ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે.

દેશના અર્થતંત્રમાં મંદીના માહોલ વચ્ચે કચ્છના નમક ઉદ્યોગને પણ અસર
અગ્રણી ઉદ્યોગકાર શામજીભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આ વર્ષ નિકાસમાં ઘટાડો થતાં 25થી 30 લાખ ટન માલનો ભરાવો પડ્યો છે. તેની કિંમત આંકવા જઈએ તો અબજોમાં થાય તેમ છે. ચાઇના દ્વારા જુલાઈમાં 5 લાખ ટન અને ઓગસ્ટ મહિનામાં 1 લાખ ટન જેટલો કાપ મુકવામાં આવ્યો છે. વધારામાં નિકાસમાં ઘટાડાના ફટકા ઉપરાંત જહાજના ભાડામાં પ્રતિ ટન પાંચ ડોલર જેટલા વધારાના બેવડા ફટકાથી આ ઉદ્યોગનીમાં વધારે મંદી આવી છે.

આવી પરિસ્થિતી સંભવત પ્રથમ વખત થઈ છે, જો ભરાવો થયેલા મીઠાનો નિકાલ ન થાય તો આગામી વર્ષ ઉત્પાદન બંધ રાખવું પડે તેવી દહેશત આ ક્ષેત્રના લોકો વ્યક્ત કરી રહ્યા છે.





ABOUT THE AUTHOR

...view details